• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • ગુનેગારોને હવે ફસાવી દેશે તેમના જ પાસવર્ડ, કેવી રીતે જાણવા કરો ક્લિક
    krishnadadawala krishnad.... on Wednesday, December 3, 2014 reviews [0]

    રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાં બનતા ગુનાઓનો ભેદ ઉકેવા માટે ફોરન્સીક સાયન્સ વિભાગના નિષ્ણાતોની મહત્ત્વની ભૂમીકા હોય છે. કેટલાક કિસ્સામાં ગુનેગાર પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પુરાવાનો નાશ પણ કરતા હોય છે. આ પ્રકારના ગુનાઓના મૂળ સુધી પહોંચવા સહિતની કેટલીક ટેકનોલોજીથી રાજ્યના ડાયરેક્ટોરેટ ઓફ ફોરેનસીક સાયન્સ વિભાગ સજ્જ થયો છે.

    દસ પૈકીની બે આધુનિક ટેકનોલોજી સમગ્ર એશિયામાં સૌ પ્રથમ ડીએફએસમાં ઉપલબ્ધ
    ફોરન્સીક સાયન્સ વિભાગના એક અધિકારી પાસેથી જાણવા મળ્યું છે કે, ગુનેગાર ગુનો કરવાની શરૂઆત કરે છે ત્યારથી પુરાવા છોડતો જાય છે. જેથી પુરાવા એકત્ર કરવાની નજર હોવી તે ખુબ જ મહત્ત્વનું છે. રાજ્યના વિવિધ શહેર અને જિલ્લામાં આજકલ હત્યા, ઠગાઇ, ચોરી, લૂંંટ, સાયબર ક્રાઇમ વગેરે જેવા ગુનાઓ પ્રતિદિન વધતા જાય છે. ગુનાઓ વધવાના પ્રમાણ સામે ડિટેક્શનની ટકાવારી સરવાળે ઓછી છે તેવી વાતો સામાન્ય રીતે થઇ હોય છે. પરંતુ હવે આ પ્રકારના ગુનાઓના મૂળ સુધી પહોંચ માટે રાજ્યના ફોરેન્સીક વિભાગ પાસે લેટેસ્ટ ટેકનોલજી ઉપલબ્ધ છે. જેમાં લેયર્ડ વોઇસ એનાલાઇઝર, ડેમેજ સીમ કાર્ડ એનાલીસીસ સિસ્ટમ, બુલેટ ટ્રેજેક્ટરી મેઝરીંગ એન્ડ રેકોર્ડીંગ સિસ્ટમ, ડોક્યુમેન્ટ સ્પેક્ટ્રલ કમ્પેરેટર વીથ ડેટાબેઝ ઓફ પાસપોર્ટ, વીઝા અને કરન્સી, ઓટોમેડેટ ફીંગર પ્રિન્ટ આઇડેન્ટીફીકેશન સિસ્ટમ, સાયબર ટ્રાઇએજ સિસ્ટમ, થ્રિ ડી ક્રાઇમ સીન, સસ્પેક્ટ ડિટેક્શન સિસ્ટમ, થર્મલ ફીંગ પ્રિન્ટ ડેવલપર અને ફેઇસ કેપ્ચર એન્ડ રેક્ગ્નીશન સિસ્ટમ જેવી આધુનીક ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

    ફોરેન્સિક ડીપાર્ટમેન્ટ પાસેની ટેકનોલોજી અને તેનો ઉપયોગ
    ગુનાના સ્થળેથી મળી આવતી ફીંગર પ્રિન્ટ અથવા પોલીસ મથકની લીફ્ટ કરી ફીંગર પ્રિન્ટ ડેટાબેઝ, કે જેમાં સાડા પાંચ લાખથી વધુ વ્યક્તિઓની પ્રિન્ટ ઉપલબ્ધ છે. તેની સાથે તાત્કાલિક ચકાસણી કરી શકાય છે.

    પાસવર્ડ ક્રેક કરવા માટે સાયબર ટ્રાઇએજ સિસ્ટમ
    વિભિન્ન કોમ્પ્યુટર સિસ્ટમનું ઓનસાઇટ પરીક્ષણ, ઇ-મેઇલ, ઠગાઇની તપાસ કરવા અને પાસવર્ડ ક્રેક કરવા માટે ઉપયોગમાં લેવાય છે.

    ધમકીનું મૂલ્યાંકન અને લાગણીનું પરીક્ષણ માટે : લેયર્ડ વોઇસ એનાલાઇઝર
    એશિયા સહિત સમગ્ર ભારતમાં સૌ પ્રથમવાર અવાજનું વૈજ્ઞાાનિક પદ્ધતીથી પૃથ્થકરણ કરી લાઇવ અથવા રેકોર્ડેડ અવાજમાં રહેલા સત્યની ચકાસણી થઇ શકે છે. ધમકીનું મંૂલ્યાકન તેમજ લાગણીઓનું પરીક્ષણ અવાજના લેયર પરથી પહેલેથી રેકોર્ડ કરેલ વાતચીતમાં પણ થઇ શકે છે.

    ઈરાદાપૂર્વક ડેમેજ થયેલા સિમકાર્ડના પરીક્ષણ માટે : ડેમેજ સિમકાર્ડ એનાલિસીસ સિસ્ટમ
    એશિયામાં એકમાત્ર પ્રયોગશાળા કે જેમાં ઇરાદા પૂર્વક અથવા અકસ્માતે ફિઝીકલી ડેમેજ થયેલા સીમકાર્ડ કે જેનું પ્રણાલીગત કોમ્પ્યુટર ફોરેન્સીક પદ્ધતીથી પરીક્ષણ શક્ય નથી, તેનું ડેમેજ સીમકાર્ડ એનાલીસીસી સિસ્ટમ દ્વારા પરીક્ષણ અગત્યનો ડેટા મેળવવામાં આવે છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment