• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • મુસ્લિમોની દેશભક્તિ પર સવાલ ન ઉઠાવી શકાય, તેઓ દેશ માટે જીવે અને મરે છે - મોદીની સ્પષ્ટ વાત
    ત્રિમંદીર ખાતે ગુજરાત બીજેપી લઘુમતિ મોરચાના પ્રમુખ મહેબુબઅલી બાવા
               મુસ્લિમોની દેશભક્તિ પર સવાલ ન ઉઠાવી શકાય, તેઓ દેશ માટે જીવે અને મરે છે - મોદીની સ્પષ્ટ વાત krishnadadawala krishnad.... on Friday, September 19, 2014 reviews [0]
    (તસવીરઃ મોદીની બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ત્રિમંદીર ખાતે ગુજરાત બીજેપી લઘુમતિ મોરચાના પ્રમુખ મહેબુબઅલી બાવાએ તેમનું સ્વાગત કર્યું હતું)

    *અમેરિકાની ચેનલ સીએનએનને આપ્યો પ્રથમ ઈન્ટરવ્યૂ
    *ફરીદ ઝકારિયાએ લીધી મુલાકાત

    નવીદિલ્હી: "ભારતના મુસ્લિમોની દેશભક્તિ પર કોઈ ક્યારેય સવાલ ઉઠાવી ન શકે. તેઓ ભારત માટે જીવે છે અને દેશ માટે મરે છે," આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય ઈન્ટરવ્યૂમાં કહી છે. અમેરિકા ખાતેની યાત્રા પહેલા ત્યાંની ચેનલ કેબલ ન્યૂઝ નેટવર્ક (સીએનએન)ને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત કરી હતી. તેમનો આ ઈન્ટરવ્યૂ ફરિદ ઝકારિયાએ લીધો છે. મોદીએ ઈન્ટરવ્યૂમાં ભારત અને અમેરિકાની સંસ્કૃતિ અને ઈતિહાસમાં પ્રવર્તમાન અનેક સમાનતાઓનો ઉલ્લેખ કર્યો હતો.

    ઈન્ટરવ્યૂમાં મોદીએ સ્વીકાર્યું હતું કે, ભારત-અમેરિકાના સંબંધોમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા છે. છતાં 21મી સદીને નવી સિકલ આપવા માટે આશ્વસ્ત છે. મોદીના કહેવા પ્રમાણે, "ભારત અને અમેરિકા વાસ્તવિક રણનીતિક ગઠબંધન વિકસાવી શકે છે. " બંને દેશો વચ્ચેના સંબંધોને દિલ્હી-વોશિંગ્ટનની સીમાની અંદર ન જોવું જોઈએ. બંને દેશોના સંબંધોને એક વ્યાપક ક્ષેત્રમાં મહેસૂસ કરવામાં આવે છે.

    સવાલ – અમેરિકા અને ભારતના ઘણા લોકો, ઈચ્છે છે કે બંને દેશો નજીક આવે. દુનિયાના સૌથી જૂના લોકશાહી દેશ અને સૌથી મોટા લોકશાહી દેશ છે. છતાં આમ બન્યું નથી. શું તમને લાગે છે કે, ભારત અને અમેરિકા વાસ્તવિક વ્યૂહાત્મક ગઠબંધન વિકસાવી શકે છે ?

    મોદી- તેનો જવાબ હું એક શબ્દમાં આપીશ અને પૂર્ણ વિશ્વાસ સાથે આપીશ- હા. હું વિસ્તારપૂર્વક કહું છું, "ભારત અને અમેરિકામાં અનેક સમાનતાઓ છે. અમેરિકા દુનિયાભરના લોકોને તેની અંદર સમાવી લે છે અને દુનિયાની દરેક જગ્યાએ ભારતીયો છે. આ બંને સમાજની વિશેષતા છે. ભારત અને અમેરિકનનો પ્રાકૃત્તિક સ્વભાવ જ સહ-અસ્તિત્વનો છે. હા, છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણા સંબંધોમાં ઉતાર-ચઢાવ આવ્યા છે. પરંતુ 20મી સદીના અંતભાગમાં અને 21મી સદીની શરૂઆતમાં આપણે અનેક મોટા પરિવર્તનોનાં સાક્ષી બન્યાં છીએ. સંબંધો ગાઢ બન્યાં છે. ભારત અને અમેરિકા ઈતિહાસ અને સંસ્કૃત્તિથી બંધાયેલા છે. આ સંબંધ આગામી સમયમાં વધુ ગાઢ બનશે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment
    Sponsor
    VALSAD INDUSTRIES DIRECTORY 2010-11

    (2nd Edition) with FREE CD
    Click Here to Buy...

     Useful Link Of Daman

     • Notifications

     • Circulars

     • Other Resources

     • Press Notes

     • Jobs

      Tourism

     • Historical Places

     • Amusement Parks

     • Beaches

     • Shopping

     • Foods & Accom.

     • How to reach

      Administration

     • Departments

     • Contact Numbers

     • DAMAN MUNICIPAL

     • Missions, Society....

      Miscellaneous

     • Mahyavanshi Foundation

     • Skyline Aviation Club
     • Asali Azadi
     • Sandesh
     • Urmi Sagar

     • UIDAI

     • RationCard Data

     • Rainfall-2011

     • Flood Control