• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • જયલલિતા દોષિત સાબિત થતા જ પાવર કટ અને મીડિયા બ્લેકઆઉટ!
    જયલલિતા દોષિત સાબિત થતા જ પાવર કટ અને મીડિયા બ્લેકઆઉટ! krishnadadawala krishnad.... on Saturday, September 27, 2014 reviews [0]
    બેંગલુરુ, 27 સપ્ટેમ્બર

    તમિલનાડુના મુખ્યમંત્રી જે. જયલલિતા અને તેમના ત્રણ સહયોગીઓ શશિકલા નટરાજન, તેમના સંબંધી ઇલાવરાસી અને તેમના ભત્રીજા તેમજ તેમના દત્તક પુત્ર સુધાકરણ વિરુદ્ધ વધુ પડતી સંપત્તિના કેસમાં બેંગલુરુની એક વિશેષ અદાલત આજે નિર્ણય સંભળાવતાં દોષિત ઠેરવ્યા છે. આ મામલામાં જયલલિતાને પાંચથી સાત વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે અને આ કેસમાં જયલલિતા મુખ્યમંત્રી પદ ઉપરથી પણ રાજીનામું આપવું પડશે શકે છે. જો આ સજા ત્રણ વર્ષ કરતા ઓછી હોય તો તેઓ જામીન માટે અરજી કરી શકે છે.

    સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે અદાલતના નિર્ણયને ધ્યાનમાં લઇને જયલલિતાની પાર્ટીના AIADMKના નેતાઓ બેંગલુરુમાં ભેગા થયા છે જેઓ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ શકે છે. આ માહિતીના પગલે બેંગલુરુમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અદાલતને પણ જેલમાં શિફ્ટ કરી દેવામાં આવી છે.

    નોંધનીય છે કે જયલલિતા પર 1991થી 96 દરમિયાન મુખ્યપ્રધાન પદે રહેતા આવકથી વધુ સંપત્તિ રાખવાનો મામલો છે જે અનુસાર તેમણે 66 કરોડથી વધુની સંપત્તિ રાખી હતી. આ મામલામાં તામિલનાડુ ભ્રષ્ટાચાર વિરોધી વિભાગે ચેન્નઈની વિશેષ કોર્ટમાં 1996માં આ કેસ કર્યો હતો.

    આ મામલામાં જયલલિતા દોષિત સાબિત થતા સમગ્ર તામિલનાડુ પર જાણે કોઈ મોટી મુસીબત આવી ગઈ હોય એવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. મોટી સંખ્યામાં મહિલાઓ જલલલિતાના ઘરની બહાર જમા થઈ ગઈ હતી અને DMKના કરૂણાનિધીના ઘર પર પત્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ સિવાય શહેરમાં પરિસ્થિતિ ન વણસે અને શાંતિ જળવાઈ રહે એ માટે લગભગ 5,000 પોલીસ અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. આ સિવાય તામિલનાડુના અનેક વિસ્તારોમાં મીડિયા બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યો છે તેમજ પાવરકટ લાગુ પાડી દેવામાં આવ્યો છે જેથી કોઈ અફવાને વેગ ન મળે. આ સિવાય તામિલનાડુમાં પરિસ્થિતિ વણસે નહીં એ માટે વહેલી સવારથી બેન્ગલોર અને હોસુર વચ્ચે બસસેવા બંધ કરી દેવાઈ હતી જે મોડી સાંજે જ શરૂ કરવામાં આવશે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment