• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • UNમાં મોદીનું આજનું ભાષણ ભારે પડશે પાકિસ્તાનને ?
    UNમાં મોદીનું આજનું ભાષણ ભારે પડશે પાકિસ્તાનને ? krishnadadawala krishnad.... on Saturday, September 27, 2014 reviews [0]
    ન્યૂ યોર્ક, 27 સપ્ટેમ્બર

    ભારતના વડાપ્રધાન કોઈપણ જાતના સ્પષ્ટ એજન્ડા વગર અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળવા માટે અમેરિકા પહોંચી ગયા છે. આ મુલાકાતમાં મોદીએ પોતાના આર્થિક એજન્ડાને ભારે આશાવાદથી રજૂ કર્યો છે જેના કારણે અમેરિકન રોકાણકારોનું ભારત તરફ ધ્યાન ખેંચાયું છે. જોકે મોદી આવતા પાંચ વર્ષમાં અમેરિકા સાથેનો તેનો સંબંધ કેવો હશે એનો ચિતાર આપવામાં નિષ્ફળ સાબિત થયા છે. ભારત અમેરિકા ગયું છે પણ હજી એ સ્પષ્ટ નથી કે અમેરિકા સાથે ભાગીદારી કરીને ભારત શું મેળવવા માગે છે.

    હકીકતમાં ભારત અને અમેરિકા વચ્ચે નવ વર્ષ પહેલાં પરમાણુ કરાર અને રક્ષા કરાર કરવામાં આવ્યા હતા પણ અમેરિકાને લાગે છે કે ભારત આ દિશામાં નિષ્ક્રિયતા દાખવી રહ્યું છે અને ધાર્યા પ્રમાણે ભારત સહકાર નથી આપી રહ્યું. વળી, અમેરિકાને એ વાતે પણ પેટમાં દુખે છે કે અમેરિકા હાલમાં ભારત માટે જે કંઈ પણ કરે છે એના માટે ભારત અહોભાવની લાગણી નથી અનુભવતું.

    અમેરિકાને પણ જોઈએ છે ભારતનો સાથ
    હાલમાં અમેરિકાને પણ ભારતના સાથની બહુ જરૂર છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત પણ અમેરિકાના પક્ષમાં બેસી જાય જેથી એશિયામાં ચીન વિરૂદ્ધ અમેરિકા, જાપાન, ભારત તેમજ ઓસ્ટ્રેલિયાનો સમન્યવ થઈ શકે. આ સિવાય સીરિયા અને ઇરાકમાં પોતાની પકડ મજબૂત બનાવી ચૂકેલ આઇએસઆઇએસની વિરુદ્ધ લડાઇમાં ઓબામા મોદી પાસે સમર્થનની લેવા માગે છે. અત્યાર સુધી ઓબામાને દુનિયાના 40 દેશોનું સમર્થન મળી ચૂક્યું છે, આ તમામ દેશોએ અમેરિકાની આગેવાનીમાં આઇએસઆઇએસની સમાપ્તી કરવા માટે શરૂ કરવામાં આવેલ અભિયાનને પોતાનું સમર્થન આપ્યું છે અને હવે બરાક ઓબામા ઇચ્છે છે કે મોદી પણ એમાં સાથ આપશે.

    ફરી કાશ્મીર મુ્દ્દો ચર્ચાસ્પદ
    હાલમાં સંયુક્ત રાષ્ટ્રની મુલાકાતે ગયેલા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે ફરી એકવાર ત્યાં વિવાદાસ્પદ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને પછી નિવેદન કરતા જણાવ્યું હતું કે ભારતે સચિવ સ્તરની મંત્રણા રદ કરીને પેન્ડિંગ રહેલા મુદ્દાઓના સમાધાન માટેની વધુ એક તક ગુમાવી દીધી. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે 'કાશ્મીરના મૂળ મુદ્દાની અવગણના ન કરી શકાય. પાકિસ્તાન વાત કરીને આ સમસ્યાના ઉકેલના હેતુથી કામ કરવા તૈયાર છે પણ ભારત સહકાર નથી આપતું. હકીકતમાં જમ્મુ કાશ્મીરના લોકોને સ્વ નિર્ણયનો અધિકાર અપાવવાના અમારા સમર્થન અને ભલામણ કાશ્મીર વિવાદ સાથે અમે પણ જોડાયેલા હોવાથી અમારી ઐતિહાસિક કટિબદ્ધતા અને જવાબદારી છે. હકીકતમાં છ દસકા પહેલાથી સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવા માટે પ્રસ્તાવ રજૂ કરાયો છે. જમ્મુ કાશ્મીરના લોકો આજે પણ એ વચન અમલમાં મુકાય એ માટે રાહ જોઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન કાશ્મીરીઓ સાથે ભારે ક્રુરતા આચરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉકેલાવો જોઈએ. આ આંતરરાષ્ટ્રીય સમૂહની જવાબદારી છે.'
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment