• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • દમણ-દીવમાં સાંસદ બનવા ૮ થી ૧૦ કરોડ
    મતદારોને પૈસા, દારૂની વહેંચણી ઉપર પ્રશાસન અંકુશ લગાવી શકશે
    editor editor on Friday, March 14, 2014 reviews [0]
    ૫૪ લાખ તો ફકત પાલિકામાં સભ્યની ચૂંટણીમાં વપરાય છે, જયારે સાંસદ બનવા ૮ થી ૧૦ કરોડ લાગે છે
    મતદારોને પૈસા, દારૂની વહેંચણી ઉપર પ્રશાસન અંકુશ લગાવી શકશે તેવી કોઇ શકયતા દેખાતી નથી

    દમણ
    દમણ-દીવમાં ૩૦મી એપ્રિલે ૧૬મી લોકસભાની ચૂંટણી અંગે મતદાન કરવામા આવશે. પ્રશાસન દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરીને આચારસંહિતા લાગુ થઇ ગઇ હોવાની માહિતી આપવામાં આવી હતી અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારના ખર્ચાનો હિસાબ ૧૫મી લોકસભાની ચૂંટણીમાં ૪૦ લાખથી વધારીને ૧૬મી લોકસભામાં ૫૪ લાખ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નિર્ધારીત કરવામાં આવ્યો હોવાની માહિતી પત્રકારોને આપવામા આવી હતી. પ્રશાસને જણાવ્યું કે, પ્રદેશમાં સ્વરછ અને પારદર્શકતાની સાથે શાંતિપૂર્વક મતદાન પાર પડે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મોનેટરીંગ કમીટીઓની નિયુકતી કરવામાં આવી રહી છે. ઓબ્ઝરવર પણ મુકવામાં આવી રાા છે, પરંતુ પ્રશાસન માટે પડકારરૂપ બની રહેશે. પૈસા, દારૂની બોટલોની વહેંચણી અને તેના માટે વપરાતા કરોડો રૂપિયા જેની સીમારેખા નિર્ધારીત કરવામા આવી છેે. એક અંદાજ પ્રમાણે દમણ-દીવમાં સાંસદની ચૂંટણી લડવી હોય તો જૂની પ્રથા અનુસાર ઓછામાં ઓછા ૮ થી ૧૦ કરોડનો ખર્ચ થાય છેે.

    લોકસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે અને પ્રશાસને પણ અૌપચારીકતા નિભાવતા પત્રકાર પરિષદ બોલાવીને સ્વરછ, પારદર્શકતા અને શાંતીપૂર્ણ માહોલમાં ચૂંટણી પાર પડશે તેવી તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી હોવાની વાતો કરી હતી, પરંતુ દમણ-દીવના ઇતિહાસમાં લોકસભાની ચૂંટણી કયારે પણ શાંતિપૂર્વક અને સ્વરછ રીતે પાર પડી નથી તે પણ સાચી હકીકત છે. ગુજરાતની સાથે સંઘપ્રદેશ દમણ, દીવ અને દાનહમાં પણ ૩૦મી એપ્રિલે ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવારોના ચૂંટણી ખર્ચની સીમારેખા નિર્ધારીત કરીને ગત લોકસભાની ચૂંટણીમાં ૪૦ લાખથી વધારીને ૫૪ લાખનો ખર્ચ થઇ શકશે તેવું જરૂરથી કરવામાં આવ્યું છે. ખર્ચનો હિસાબ રાખવા અને તેના ઉપર વોચ રાખવા માટે કેન્દ્ર સરકારના ચૂંટણી આયુકત દ્વારા એકસપેન્ડીચર કમીટીઓની રચના કરવામાં આવી છે. વિવિધ મોનેટરીંગ કમીટીઓ અને ઓબ્ઝરવરોની પણ નિયુકતી કરવામાં આવી રહી છે, પરંતુ શું દમણ-દીવમાં છેલ્લા દાયકોઓની ચાલી રહેલી પ્રથાઓમાં જેમાં શેરીએ શેરીએ દારૂ, કબાબની વહેંચણી અને મતદારોને રીઝવવા માટે પૈસાની વહેંચણી ઉપર શું પ્રશાસન અંકુશ લગાવી શકશે? પ્રશાસન માટે ખરેખર પડકારરૂપ સાબિત થવાનુ છે. સુર ાાનો મામલો પણ અતિસંવેદનશીલ છે, કારણ કે ૧૧૯ પોલીંગ બુથોમાંથી લગભગ ૫૦ ટકા પોલીંગ બુથો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ વખતની ચૂંટણીમાં પ્રશાસનની કાર્યશૈલી ઉપર પણ લોકોની ખાસ નજર રહેશે.

    ૫૪ લાખ તો ફકત પાર્ટીના બેનરોનો ખર્ચ

    દમણની સામાજીક સંસ્થા યુથ એકશન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલના જણાવ્યા અનુસાર ૫૪ લાખ તો ફકત પાર્ટીઓના બેનરો પાછળ ખર્ચો થઇ જાય છે. પાલિકાની સામાન્ય સભ્યની ચૂંટણીમાં જો દમણ-દીવમાં લાખો રૂપિયા ખર્ચાતા હોય તો પછી લોકસભાની ચૂંટણીમાં તો અંદાજ પ્રમાણે ૮ થી ૧૦ કરોડ દાવ ઉપર લાગશે તેમાં કોઇ બેમત નથી. પ્રશાસને પૈસાની, દારૂની વહેંચણીમાં થતો કરોડો રૂપિયાના ખર્ચ અંગે કોઇ કાર્યવાહી કરીને અંકુશમાં લાવવુ જરૂરી છે.

    દમણ-દીવમાં સુર ાાનો પણ મોટો પ્રશ્ન

    દમણ ભાજપના નેશનલ સિકયુરીટી સેલના કન્વીનર રાજેશ સોનીના જણાવ્યા અનુસાર દમણ-દીવમાં સુર ાાનો પણ એક મોટો સવાલ ઊભો થઇ રાો છે. ભયમુકત વાતાવરણમાં ચૂંટણી થાય તેવી અપે ાા પ્રશાસન પાસે રાખીને પૈસાની અને દારૂની થતી વહેંચણીના લીધે ખોટા નાણાનો દુરઉપયોગ થઇ રાો છે. જેમા મતદારોને પણ લોભ આપીને ચૂંટણી પ્રક્રિયામાં બાધા ઉત્પન્ન કરવામાં આવી રહી હોય તેવા અતિ સંવેદનશીલ મુદ્દા અંગે વિચારવુ યોગ્ય બને છે.

    શું ૫૪ લાખમાં દમણ-દીવમાં સાંસદ બનવુ શકય છે?
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment