• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • થીજેલી આશા
    દેખાતી ઉંબરે યાદની વણજારો અરે!
    થીજેલી આશા krishnadadawala krishnad.... on Saturday, March 29, 2014 reviews [0]
    થીજેલી આશા
    By:-Paurvi Hardik Trivedi
    Ahmedabad ·

    થીજેલી આશાને બારણે બંધાય નહિ,
    ખખડેજો બારીતો અંતરે સંખાય નહિ,

    દેખાતી ઉંબરે યાદની વણજારો અરે!
    ભારેખમ બોજાને આંગણે નંખાય નહિ,

    એકાંતે કોરા ધાકોર પાનાને લખતી,
    બાઝેલા આંસુનાં કારણે વંચાય નહિ,

    ડેલીએ આવેને મૌન એ ઉભડક બેસે,
    આંસુની ભાષાને ભારણે મંડાય નહિ,

    જૂનીને પૂરાણી યાદો ભરી સંદૂક મહી,
    લીલીછમ થૈ જાયે,વાતને ઝંખાય નહિ,
    પૌરવી
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment