• Gallery
 • Browse by Category
 • Videos
 • Top Rated Articles
 • Public TimeLine
 • News RSS Feeds
 • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
 • પ્રણય પથ નો ધબકાર
  પ્રણય પથ નો ધબકાર અકારો છે, હો હાર કે જીત બંને માં જલાપો છે.
  પ્રણય પથ નો ધબકાર krishnadadawala krishnad.... on Saturday, March 29, 2014 reviews [0]
  પ્રણય પથ નો ધબકાર
  BY-NalineeSinh Neeshi

  પ્રણય પથ નો ધબકાર અકારો છે,
  હો હાર કે જીત બંને માં જલાપો છે.

  રગ રગ માં એનો લગાવ સહારો છે,
  સૌના જીવન નો રંગીન જીવારો છે.

  છે પુષ્પ ને ઇન્તજાર પરોઢીયા નો,
  સુખદ પળ નો આ દુ:ખદ સપાટો છે.

  જખમ ના નિશાન પડે થી શું વળે ?
  યાદો ની ઢગલી નો સાથ નિરાળો છે.

  શોધે ઉદાસી મને એક ઘટના બની,
  અસલીયતે મળે મલમ સુવાળો છે.

  હવા નો ઝપાટો નિશ્ચિત દિશા ભણી,
  ને કયાંક આગ તો રણ માં ધુમાડો છે.

  ચડે છે કૈફ ગઈ કાલ નો વદન પર,
  થયો બદન નો આ જડ ખુલાસો છે.

  લાગ્યું જમાનો છે અમારો દિવાનો,
  પ્રણય ની મંઝીલ નો એવો ભુલાવો છે.

  કરી'તી જગ્યા અમે દફન ની નિયત,
  છેલ્લાં અવસર નો સૂનો જનાજો છે.

  જીવાડશે હઠ બની જિંદગી અમારી,
  મનોમન રોયો સફર નો મલાજો છે.

  જીવી લે નિશી તું જિંદગી વફા થી,
  હેતાળ હૈયા નો અંજામ ઠગાયો છે.
  ............. નિશી ................
                             

    Comments
  » Not yet reviewed by any member. You can be the first one to write a review.
  
  » You must be logged in to post a comment