• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • મોદી વડાપ્રધાન બનશે એવા અમેરિકાને પણ દેખાયા એંધાણ, વિઝા પોલિસિનો તૈયાર કર્યો રિપોર્ટ
     મોદી વડાપ્રધાન બનશે એવા અમેરિકાને પણ દેખાયા એંધાણ, વિઝા પોલિસિનો તૈયાર કર્યો રિપોર્ટ krishnadadawala krishnad.... on Tuesday, April 1, 2014 reviews [0]

    મોદી વડાપ્રધાન બનશે એવા અમેરિકાને પણ દેખાયા એંધાણ, વિઝા પોલિસિનો તૈયાર કર્યો રિપોર્ટ
    divyabhaskar.com | Apr 01, 2014, 13:51PM IST
    1 of 5
    Previous ImagePrev
    NextNext Image
    મોદી વડાપ્રધાન બનશે એવા અમેરિકાને પણ દેખાયા એંધાણ, વિઝા પોલિસિનો તૈયાર કર્યો રિપોર્ટ
    More:
    નરેન્દ્ર મોદી

    મોદી વડાપ્રધાન બનશે એવા અમેરિકાને પણ દેખાયા એંધાણ, વિઝા પોલીસીનો તૈયાર કર્યો રિપોર્ટ

    ભારત ખાતેના અમેરિકન રાજદૂત નેન્સી પોવેલે રાજીનામુ આપી દીધુ છે. પોવેલે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને પોતાનું રાજીનામુ સોંપતા તેને સેવાનિવૃત કરવા આગ્રહ કર્યો છે. ભારતમાં હાલમાં સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અમેરિકન રાજદૂત દ્વારા અપાયેલું રાજીનામું ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથેના અમેરિકાના 'આકરા સંબંધો' સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે મે મહિનામાં પોવેલનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે, જે પહેલા જ તેમણે રાજીનામુ ધરી દેતા અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે. જોકે, ઓબામા સરકારે આ મુદ્દે મગનું નામ મરી પાડતા જણાવ્યું છે કે પોવેલના રાજીનામા પાછળ કોઈ મતભેદ જવાબદાર નથી.

    નેન્સીના રાજીનામાને અમેરિકાના મોદી પ્રત્યે કુણા થઈ રહેલા વલણ તરીકે આંતરરાષ્ટ્રીય રાજકારણના જાણકારો જોઈ રહ્યાં છે. ત્યારે આ માન્યતા મજબૂત બને એવા વધુ એક સમાચાર અમેરિકામાંથી મળી રહી રહ્યા છે. જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને તો મોદી પર 9 વર્ષથી લગાવેયા વિઝા પ્રતિબંધ હટી શકે છે. તેમને રાજકીય છૂટ મળી શકે છે. અમરિકન સંસદના એક રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં વડાપ્રધાન બનવાની રેસમાં મોદી સૌથી આગળ છે. તેઓ વડાપ્રધાન બનતાની સાથે જ A-1 વિઝાને લાયક બની જશે.

    યુએસ કોંગ્રેસીનલ રીસર્ચ સર્વિસ (CRS) દ્વારા તૈયાર કરાયેલા સાત પેજના આ રિપોર્ટમાં જણાવાયું છે કે 'ભારતમાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સૌથી આગળ દોડી રહ્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો મોદી ભારતના વડાપ્રધાન બને છે તો તેઓ રાષ્ટ્ર વડા બનવાને કારણે આપોઆપ A-1 વિઝાના લાયક બની જશે.' યુએસના સાસંદોને આ રિપોર્ટ મુદ્દે જાણ કરાઈ છે. મહત્વપૂર્ણ છે કે છે 2002માં ગુજરાતમાં થયેલા હુલ્લડોને આગળ ધરી અમેરિકા ગુજરાતના મુખ્યપ્રધાન અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વિઝા આપવાનો ઈન્કાર કરતું આવ્યું છે. જોકે, હાલમાં મોદી પ્રત્યે અમેરિકાના વલણમાં નરમાશ આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment