• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • દમણ-દીવ અને દાનહ ને વિધાનસભા નહિ મળે..
    krishnadadawala krishnad.... on Thursday, August 7, 2014 reviews [0]
    દમણ . સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગરહવેલીને સંયુક્ત મિની એસેમ્બલી આપવાની માંગણી ઘણા વર્ષોથી થઇ રહી છે. દમણ-દીવનાં પૂર્વ સાંસદ ડાહ્યાભાઇ પટેલે એક સમયે સંસદમાં ખાનગી બિલ પણ આ મુદ્દે રજૂ કર્યુ હતું, પરંતુ એને સ્વીકૃતિ મળી શકી નહોતી.ળ દેશમાં ૩૦ રાજ્યો અને ૫ સંઘપ્રદેશોમાં અગાઉ સંઘપ્રદેશોનો દરજ્જો ધરાવનારા નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી, પોંડિચરી અને ગોવાને વિધાનસભા અને રાજ્યનો દરજ્જો મળી ચૂકેલો છે. હવે દેશમાં સંઘપ્રદેશો ચંદીગઢ (વસ્તી ૧૦,૫૫,૪૫૦), આંદામાન નિકોબાર (વસ્તી ૩,૮૦,૫૮૧), દાદરા નગરહવેલી (વસ્તી ૩,૪૩,૭૦૯), દમણ-દીવ (વસ્તી ૨,૪૩,૨૪૭) તથા લક્ષદ્વિપ (વસ્તી ૬૪૪૭૩) માં વિધાનસભા નથી, પરંતુ અહીં સંસદની એક બેઠક ફાળવાયેલી છે. દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યો સિક્કીમ (૬,૧૦,૫૭૭), મિઝોરમ (૧૦,૯૭,૨૦૬), પોંડિચરી (૧૨,૪૭,૯૫૩), અરુણાચલ પ્રદેશ (૧૩,૮૩,૭૨૭), ગોવા (૧૪,૫૮,૫૪૫), નાગાલેન્ડ (૧૯,૭૮,૫૦૨), મણિપૂર (૨૫,૭૦,૩૯૦), મેઘાલય (૨૯,૬૬,૮૮૯) તથા ત્રિપુરા (૩૬,૭૩,૯૧૭) માં વિધાનસભા છે. જો કે સંઘપ્રદેશો લક્ષદ્વિપ (એરિયા ૩૦ ચો.કિ.મી.), દમણ-દીવ (એરિયા ૧૧૨ ચો.કિ.મી.), દાદરા નગરહવેલી (એરિયા ૪૯૧ ચો.કિ.મી.), અને ચંદીગઢ (એરિયા ૧૧૪ ચો.કિ.મી.)ની તુલનાએ વિધાનસભા ધરાવતા રાજ્યોમાં સિક્કીમ (એરિયા ૭૦૯૬ ચો.કિ.મી.), મિઝોરમ (એરિયા ૨૧૦૮૧ ચો.કિ.મી.), પોંડિચરી (એરિયા ૪૯૦ ચો.કિ.મી.), અરુણાચલ પ્રદેશ (એરિયા ૮૩૭૪૩ ચો.કિ.મી.), ગોવા (એરિયા ૩૭૦૨ ચો. કિ.મી.), નાગાલેન્ડ (એરિયા ૧૬૫૭૯ ચો.કિ.મી.), મણીપુર (એરિયા ૨૨૩૨૭ ચો.કિ.મી.), મેઘાલય (એરિયા ૨૨૪૨૯ ચો.કિ.મી.) તથા ત્રિપુરા (એરિયા ૧૦૪૮૬ ચો.કિ.મી.)નો વિસ્તાર ઘણો વિશાળ છે. એટલે દમણ-દીવ અને દાદરા-નગરહવેલીની ૫,૮૬,૯૫૬ ની જનસંખ્યા માટે નવી વિધાનસભા સર્જવાનું કામ કઠિન લાગે છે. જો કે કેટલાક અભ્યાસુઓનાં મતે આ ત્રણ પ્રદેશોને તાલુકા મથક બનાવી વિધાનસભાની બેઠક ફાળવી કેટલીક છૂટ કાયમ રાખી ગુજરાતમાં ભેળવીને સરકાર ર્વાિષક રૂ. ૩૦૦ કરોડથી વધુના આર્િથક વહીવટી બોજને હળવો કરી શકે છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment