• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • અસૂર અંગે: મહાકાવ્યની જય-પરાજયની કથા... રામાયણની કથા
    અસૂર અંગે: મહાકાવ્યની જય-પરાજયની કથા... રામાયણની કથા editor editor on Saturday, November 23, 2013 reviews [0]
    અસૂર અંગે:
    મહાકાવ્યની જય-પરાજયની કથા... રામાયણની કથા અસંખ્ય વખત કહેવાઈ ચૂકી છે. અંધકારના દુષ્ટ દૈત્ય રાવણની હત્યા કરનાર, ઈશ્વરના અવતાર સ્વરૂપ રામની મુગ્ધ કરતી કથા દરેક ભારતીય જાણે છે. અને હમેશા બને છે તે પ્રમાણે, ઈતિહાસના પૃષ્ઠો પર તે હયાત વિજેતા દ્વારા કહેવાયેલી કૃતિ હોય છે. પરાજિતનો અવાજ શાંતતામાં ખોવાઈ જાય છે. પરંતુ રાવણ અને તેના લોકો અલગ કથા કહેવા માંગતા હોય તો શું થાય? રાવણાયનની કથા ક્યારેય કહેવાઈ ન હતી. અસૂર એ પરાજિત અસૂર લોકોની મહાકાવ્યની કથા છે, તે 3000 વર્ષોથી ભારતના દલિત બહિષ્કૃત લોકોએ હૃદયમાં પોષેલી કથા છે. અત્યાર સુધી, કોઈ અસૂરે કથા કહેવાની હિંમત કરી નથી. પરંતુ હવે કદાચ મૃત અને પરાજિતો માટે બોલવાનો વખત આવ્યો છે. “જે હજારો વર્ષોથી, મને બદનામ કરવામાં આવે છે અને મારા મોતને ભારતના દરેક ખૂણે વર્ષો વર્ષ ઉજવવામાં આવે છે. શા માટે? તેનું કારણ એ હતું કે મેં મારી દિકરીની ખાતર ઈશ્વરને પડકાર ફેંક્યો હતો? શું તેનું કારણ એ હતું કે મેં કોમ આધારિત દેવના શાસનની ધરામાંથી જાતિને મુક્ત કરી હતી? તમે વિજેતાની કથા- રામાયણની કથા સાંભળી છે. હવે રાવણાયનની કથા સાંભળો, કેમ કે હું રાવણ, અસૂર છું અને મારી કથા પરાજિતની કથા છે.” “હું અસ્તિત્વરહિત - અદૃશ્ય, સત્તારહિત અને ઉપેક્ષણીય છું. મારા વિષે કોઈ મહાકાવ્ય ક્યારેય લખાશે નહીં. મેં રાવણ અને રામ - વીર અને ખલનાયક અથવા ખલનાયક અને વીર બંનેને સહન કર્યા છે. મહાન પુરૂષોની કથાઓ કહેવામાં આવે, ત્યારે મારો અવાજ સાંભળવા માટે અતિ નબળો લાગી શકે. છતાં, મારા માટે થોડીક ક્ષણ કાઢો અને મારી વાત સાંભળો, કેમ કે હું ભદ્ર અસૂર છું, અને મારી જિંદગી એ ગુમાવનારની - પરાજિતની કથા છે.” પ્રાચીન અસૂર સામ્રાજ્ય, દેવોની એડી નીચે વિંટળાયેલ ઘણાં યુદ્ધ કરતાં નાનાં નાનાં રાજ્યોમાં વિખરાયેલું હતું. હતાશામાં, અસૂરોએ યુવાન તારણહાર - રાવણ તરફ મીટ માંડી હતી. રાવણના નેજા હેઠળ વધુ સારી દુનિયા રાહ જોઈ રહી છે તેમ માનીને, ભદ્ર જેવા સામાન્ય લોકોએ યુવાન નેતાને અનુસરવાનું નક્કી કર્યું. સફળ થવાની લોખંડી ઈચ્છા અને આગ નીતરતી મહત્વાકાંક્ષા સાથે, રાવણે તેના લોકો પર વિજય પર વિજય મેળવીને નેતૃત્વ કર્યું અને દેવો પાસેથી વિશાળ સામ્રાજ્ય પડાવી લીધું. પરંતુ રાવણે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી, ત્યારે પણ ગરીબ અસૂરોને લાગ્યું કે તેનાથી તેઓને માટે કશું વિશેષ બદલાયું નથી. તેવું ત્યારે બને છે, જ્યારે રાવણના એક જ કૃત્યથી વિશ્વનો ઈતિહાસ બદલાઈ જાય છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment
    Sponsor
    VALSAD INDUSTRIES DIRECTORY 2010-11

    (2nd Edition) with FREE CD
    Click Here to Buy...

     Useful Link Of Daman

     • Notifications

     • Circulars

     • Other Resources

     • Press Notes

     • Jobs

      Tourism

     • Historical Places

     • Amusement Parks

     • Beaches

     • Shopping

     • Foods & Accom.

     • How to reach

      Administration

     • Departments

     • Contact Numbers

     • DAMAN MUNICIPAL

     • Missions, Society....

      Miscellaneous

     • Mahyavanshi Foundation

     • Skyline Aviation Club
     • Asali Azadi
     • Sandesh
     • Urmi Sagar

     • UIDAI

     • RationCard Data

     • Rainfall-2011

     • Flood Control