• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • ધોરણ 12 સાયન્સનું 67.70 ટકા પરિણામ
    ગયા વર્ષની સરખામણીમાં 1.46 ટકા નીચું પરિણામ
    ધોરણ 12 સાયન્સનું 67.70 ટકા પરિણામ editor editor on Thursday, May 10, 2012 reviews [0]
    અમદાવાદ 10, મે

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવતા, તે 67.70 જાહેર થયું છે. જે પરિણામ ગત વર્ષે જાહેર કરવામા આવેલા 69.16 ટકા કરતા 1.46 ટકા નીચું રહ્યું છે.

    આ બાબતે વિગત આપતા બોર્ડના ઉપાધ્યક્ષ એચ કે પટેલના જણાવ્યા અનુસાર એ ગ્રુપનું પરિણામ 70.36 ટકા આવતા તેમાં 53,628 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે બી ગ્રુપનું પરિણામ 62.40 ટકા આવતા તેમાં માત્ર 22,644 વિદ્યાર્થી પાસ થયા છે. જ્યારે એ બી ગ્રુપમાં માત્ર 61 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધારે આણંદ જિલ્લાનું 86.33 ટકા અને વધારે ડાંગ જિલ્લાનું 27.48 ટકા આવ્યું છે. પરિક્ષા કેન્દ્રની દ્રષ્ટીએ પરિણામનું મૂલ્યાંકન કરીએ તો સૌથી વધારે ડાકોર કેન્દ્રનું 98.34 ટકા અને વાસટાનું સૌથી નીચું 21.58 ટકા પરિણામ આવ્યું છે. કુલ 76,303 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 28 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 45 શાળાઓ છે.

    બે વિષયમાં નાપાસ થનારની પૂરક પરિક્ષા જૂલાઇમાં લેવાશે

    ધોરણ 12 સાયન્સની પરિક્ષામાં 26,264 વિદ્યાર્થીઓ બે વિષયમાં નાપાસ થયા છે. બોર્ડનું પરિણામ આમ પણ ગયા વર્ષની સરખામણીમાં નીચું આવ્યું છે. આવી સ્થિતિમાં વધારે વિદ્યાર્થીઓ પાસ થાય તે માટે બે વિષયમાં નાપાસ થનાર 26,264 વિદ્યાર્થીઓની પુરક પરિક્ષા જૂલાઇ 2012 માં લેવામાં આવેશે. જૂલાઇ મહિનામાં ક્યારે પરિક્ષા લેવાશે તેની સત્તાવાર જાહેરાત હવે પછી કરવામાં આવશે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment