• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • કોંગ્રેસની તથા યુપીએ સરકારની નિષ્ફળતા ને કારણે સાંસદ લાલુભાઈની લોક પ્રિયતા વધી
    કોંગ્રેસની તથા યુપીએ સરકારની નિષ્ફળતા ને કારણે સાંસદ લાલુભાઈની લોક પ્રિયતા વધી editor editor on Tuesday, May 22, 2012 reviews [0]
    દમણ, તા. ૨૧
    અમારી હિન્દુસ્તાન લોક શક્તિ ના સર્વે મુજબ રાષ્ટ્રીય જનઅભિપ્રાય મુજબ પ્રદેશની જનતાએ પ્રદેશના સર્વાધિક લોકપ્રિય નેતા અને નાયબ કક્ષાના ભાવિ ગ્રામિણ મંત્રી તરીકે દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલને પસંદ કર્યા છે તેને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બીએમ માછી અને આગેવાન પ્રદેશના નેતાઓએ આવકાર આપ્યો છે અને જણાવ્યું છે કે પ્રદેશની જનતા આ માટે ગૌરવ અનુભવે છે.

    અમારી સંસ્થાના સર્વેના તારણોને ભાજપનો આવકાર

    પ્રદેશ કેટલાક નેતાઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, લાલુભાઈએ પ્રદેશની જનતામાં એવો વિશ્વાસ ઊભો કરી દીધો છે કે પ્રદેશની સાંપ્રત સમસ્યાઓના અને કોંગ્રેસ શાસિત યુપીએ સરકારના બધા જ મોરચે ઘોર નિષ્ફળતાના નિરાશાજનક વાતાવરણને બદલવા માટે મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ, જનતા જનાર્દનનો ભરોસો અને વિકાસના વિઝન સાથેના ગતિશીલ નેતૃત્વની જરૂર છે. તેવા સમયે આપણા પ્રદેશ પાછળ નહી રહે, પ્રદેશમાં ભાજપ સાંસદે છેલ્લા 3 વર્ષથી રાજકીય સ્થિતરતા,શાંતિ અને લોકોનો વિશ્વાસ ઊભો કર્યો છે. અમારી સંસ્થા દ્વારા દર વર્ષે આ પ્રકારના પ્રાદેશિક જનમતની કાર્યવાહી કરવામાં આવે છે અને તેની વિશ્વસનિયતા સૌથી વધારે છે તેનો ઉલ્લેખ કરી પ્રદેશ ના નેતાઓએ જણાવ્યું છે કે, પ્રદેશની જનતાએ લાલુભાઈ પટેલના નેતૃત્વમાં કોંગ્રેસના હાલના અન્ય તમામ વરિષ્ઠ નેતાઓ કરતાં વધારે ભરોસો મૂક્યો છે તે પ્રદેશની જનતાની કોઠાસૂઝ દર્શાવે છે. હાલની કોંગ્રેસ શાસિત યુપીએ સરકારની નિષ્ફળતા સામે જનજનમાં કેટલો આક્રોશ છે તે પણ આ સર્વેમાં સાબિત થઇ ચૂક્યો છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment