• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • દમણના શિક્ષકો બાળકોને યોગ્‍ય શિક્ષણ આપી શકતા નથી - કેશવ બટાક
    editor editor on Monday, August 20, 2012 reviews [0]
    દમણ,
    સંઘપ્રદેશના પ્રશાસનના ઉચ્‍ચ અધિકારી અને એજ્‍યુકેશન વિભાગ દ્વારા ભારત સરકારના આદેશનો સદંતર અનાદર કરવામાં આવી રહયો છે.ભારત સરકાર દ્વારા જાહેર કરેલ આદેશ અનુસાર દરેક શાળામાં જરૂરી લાઇબ્રેરી,રમત ગમત માટેના સાધનો,રમવા માટે જરૂરી પ્‍લેગ્રાઉન્‍ડ વગેરે હોવા જોઇએ આ ઉપરાંત વિદ્યાર્થી ને સારૂ શિક્ષણ મળે તે માટેના ઘણા કાયદા અમલમાં મુકયા છે.ભારત સરકારના આ આદેશને ત્રણ વર્ષ થઇ ગયા પછી પણ સંઘપ્રદેશ દમણના ઉચ્‍ચ અધિકારી અને એજ્‍યુકેશન વિભાગ દ્વારા દમણ દીવના વિદ્યાર્થીના હીત માં એક પણ પગલા લેવામાં આવેલ નથી.

    આ ઉપરાંત એજ્‍યુકેશન વિભાગ દ્વારા દમણ દીવની શાળાના શિક્ષકોનો પગાર પણ ટાઇમ પર અપાતો નથી અને જે શિક્ષકોના પ્રમોશન થવા જોઇએ તે પણ નથી કરી રહ્યા.તેથી અસંતૃષ્‍ટ અને અન્‍યાય પામેલ શિક્ષકો બાળકોને યોગ્‍ય શિક્ષણ આપી શકતા નથી.
    પડોશી રાજ્‍ય ગુજરાત મહારાષ્‍ટ્‍માં ઘણી એંન્‍જીનયરીંગ અને મેડીકલ કોલેજો આવેલ છે.જ્‍યારે દમણ દીવમાં ૫૭૦ કરોડનું ફ્‍ંડ લાવનાર પ્રશાસક પણ દમણ દીવના વિદ્યાર્થીઓના ભાવી માટેના યોગ્‍ય પગલા નથી ભરી શકતા.સંઘ પ્રશાસનના અધિકારીની નિષ્‍ક્રય શૈલી જોઇ વિકટીમ કમિટિના મહામંત્રી કેશવ બટાકે ગૃહ સચિવ આર.કે.સિગ તથા દમણ પ્રશાસકને રજુઆત કરી હતી.

    દમણમા કેટલાક શિક્ષકો શાળા એ નોકરી એ જતા નથી છતાં પગાર લઈ રહ્યા છે, પ્રશાસન આ બાબતે અંધેર કેમ ચલાવે છે પ્રજા ગુંગળાઈ રહી છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment