• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • સ્ટેટ બેંકના ATMમાં ખરાબીને કારણે નિવૃત્ત શિક્ષિકાએ ૧૫ હજાર ગુમાવ્યા
    વલસાડમાં એ.ટી.એમ.માં કાર્ડ નાંખી પ્રથમ પાંચ અને બીજી વખત દસ હજાર રૂ. ઉપાડવાનો પ્રયાસ કર્યો પરંતુ રૂપિયાને બદલે રસીદ નીકળી
    editor editor on Saturday, May 5, 2012 reviews [0]
    વલસાડ, તા. ૩

    વલસાડના મોગરાવાડી ખાતે રહેતા નિવૃત્ત વિધવા શિક્ષિકાએ વલસાડ સ્ટેશનરોડ સ્થિત એસ.બી.આઇ. બેન્કના એ.ટી.એમ.માંથી ગત તા. ૨૩-૫-૧૧ ના રોજ નાણાં ઉપાડવા ગયાં ત્યારે બબ્બે વખત કાર્ડ નાંખીને પ્રથમ ૫ હજાર અને બીજી વખત ૧૦ હજાર રૂ. ઉપાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ બંને વખત પૈસા ઉપડયાની રસીદ નીકળી પણ નાણાં ન નીકળતાં મહિલાએ એસ.બી.આઇ.ના સ્ટેશનરોડ બ્રાંચના મેનેજર અને ત્યારબાદ બેંકની પ્રાદેશિક વ્યવસાય કચેરીને ફરિયાદ કરી હતી. પરંતુ બેંક દ્વારા હાથ ઊંચા કરી દેવાતા કંટાળેલી મહિલાએ ગ્રાહક સુરક્ષા વિભાગને ફરિયાદ કરી છે.

    વલસાડમાં એ.ટી.એમ.માં કાર્ડ નાંખી પ્રથમ પાંચ અને બીજી વખત દસ હજાર રૂ. ઉપાડવાનો પ્રયાસ કર્યો પરંતુ રૂપિયાને બદલે રસીદ નીકળી

    અબ્રામારોડ, મોગરાવાડી ખાતે આવેલી દર્પણ સોસા.માં રહેતા ગીતાબેન બિપીનચંદ્ર દેસાઇ નામની નિવૃત્ત વિધવા શિક્ષિકા વલસાડની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્ટેશન રોડ શાખામાં ખાતું ધરાવે છે, જેમાં તેમનું પેન્શન જમા થાય છે. ગત તા. ૨૩-૫-૧૧ ના રોજ ગીતાબેન સ્ટેશનરોડ પર આવેલા એ.ટી.એમ.માંથી પૈસા ઉપાડવા ગયા હતાં. તેમણે કાર્ડનો ઉપયોગ કરી ૫,૦૦૦ રૂ. ઉપાડવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ પૈસા નીકળવાને બદલે રસીદ નિકળી. જેમાં પૈસા ઉપડી ગયાં હોવાનું દર્શાવાયું હતુ. આ સમયે વોચમેન નટવરલાલ પટેલે, નંબર બરાબર નાંખ્યો ન હશે તેથી ફરી પ્રયત્ન કરો તેમ જણાવતા, ગીતાબેને બીજી વખત એ.ટી.એમ. કાર્ડ નાંખી ૧૦,૦૦૦ રૂ. ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સતત બીજી વખત માત્ર રસીદ નીકળી, જેમાં પૈસા ઉપડી ગયાની નોંધથી ગીતાબેન ગભરાઇ ગયાં હતાં. ગીતાબેને આ અંગે ગત તા. ૧૧-૬-૧૧ ના રોજ એસ.બી.આઈ.ના બેંક મેનેજરને લેખિત ફરિયાદ કરી હતી. મેનેજરે એક માસ બાદ, ટ્રાન્ઝેકશન સક્સેસફુલ બતાવે છે, હવે કંઇ થઇ શકે નહીં તેવો જવાબ આપી હાથ ઊંચા કરી દેતાં, ગીતાબેને સ્ટેટ બેંકના પ્રાદેશિક કાર્યાલય, વલસાડ ખાતે પ્રાદેશિક ઓફિસર ચૌહાણને ફરિયાદ કરી હતી. જે બાદ બેન્કના સત્તાવાળાઓએ હાથ ઊંચા કરી દેતા કંટાળેલી શિક્ષિકાએ ગ્રાહક સુરક્ષા વિભાગને ફરિયાદ કરી છે. નિવૃત્ત શિક્ષિકા ગીતાબેનના જણાવ્યાનુસાર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પ્રાદેશિક કચેરીના આસિસ્ટન્ટ મેનેજર દલવાણીએ વોચમેન અને અન્ય એક ગ્રાહકના નિવેદન બાદ તેમને જણાવેલ કે માનવતાની દ્રષ્ટિએ બેન્ક પાસેથી અર્ધા નાણાં એટલે કે રૂ. ૭,૫૦૦ અપાવશું પરંતુ થોડા સમય બાદ ફરી ગયાં હતાં અને હવે એ શક્ય નથી તેમ જણાવી હાથ ઊંચા કરી દીધા હતાં.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment