• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • બે ગેસ્ટ હાઉસના સંચાલકોની ધરપકડથી ફફડાટ
    જાહેર તેમજ ધંધાના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડવાના કલેક્ટરના જાહેરનામાના ભંગ
    editor editor on Saturday, May 5, 2012 reviews [0]


    બીલીમોરા.બીલીમોરા ખાતે બે ગેસ્ટ હાઉસના સંચાલકોએ જિલ્લા કલેકટરે જાહેરનામા હેઠળ સીસીટીવી કેમેરા નહીં લગાડતાં તેઓની નવસારી એસઓજી પોલીસે ધરપકડ કરતાં હજી કેમેરા નહીં લગાવી શકનાર વેપારીઓમાં ફફડાટ પેસી ગયો હતો. જોકે જાહેરનામામાં આપેલી મુદત પૂરી નહીં થવા છતાં પણ આવી કાર્યવાહી થવા સામે વેપારીઓમાં ગૂંચવાડો પેદા થવા સાથે તંત્ર સામે રોષ વ્યાપી જવા પામ્યો છે.

    જાહેર તેમજ ધંધાના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડવાના કલેક્ટરના જાહેરનામાના ભંગ

    પ્રાપ્ત થતી માહિતી મુજબ જિલ્લામાં ધાડ, લૂંટ, ચોરી જેવા બનતા બનાવોને અટકાવવા અને ગુનેગારોને ઓળખવા માટે જાહેર તેમજ ધંધાના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જે અંગે જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી તા.૧૯-૩-૨૦૧૨થી તા.૧૭-૫-૨૦૧૨ દરમિયાન સીસીટીવી કેમેરા મૂકવા જાહેર સ્થળો જ્યાં લોકોની વધુ અવરજવર અને ધંધાના સ્થળોએ અમલ કરવા જણાવ્યું છે. જે મુજબ બીલીમોરા ખાતે નવસારી પોલીસના એસઓજી તંત્રએ ગૌહરબાગમાં આવેલા રવિભાઇ રેણુમલ રામાણીનું હિમાલિયા ગેસ્ટ હાઉસ અને પંચરત્ન ગેસ્ટ હાઉસ ખાતે દરોડો પાડયો હતો. એસઓજીને તપાસ દરમિયાન આ બંને ગેસ્ટ હાઉસમાં સીસીટીવી કેમેરા મળી આવ્યા નહતા. જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ રવિભાઇ રામાણી અને પંચરત્ન ગેસ્ટ હાઉસના સંચાલક રવજીભાઇ પટેલની ધરપકડ કરતાં લોકોની વધુ અવરજવરવાળા અને જાહેર સ્થળો તથા ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment