• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • અંકલેશ્વરના ઉદ્યોગપતિને પર્યાવરણ સુરક્ષા જાગૃતિ અને સહાય એસો.ના નામે નોટિસ
    editor editor on Sunday, May 6, 2012 reviews [0]
    અંકલેશ્વરના ઉદ્યોગપતિને પર્યાવરણ સુરક્ષા જાગૃતિ અને સહાય એસો.ના નામે નોટિસ ફટકારી ૧પ હજારની માગણી કરી હતી

    અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી રઘુવીર કેમિકલના સંચાલકને પ્રદૂષિત જળ અને હવા પ્રદૂષણના ઓથા હેઠળ પર્યાવરણ સુરક્ષા જાગૃતિ અને સહાય એસોસીએશનના નામે નોટિસ ફટકારી પતાવટના ભાગરૂપે સાડા સાત હજારનો તોડ કરનાર એનજીઓના નિઝામ ઈબ્રાહીમ બાપુને છટકું ગોઠવી પોલીસે ઝડપી પાડયો હતો.

    અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી રઘુવીર કેમિકલના સંચાલક પ્રવિણ તૈરેયાને પર્યાવરણ સુરક્ષા જાગૃતિ અને સહાય એસો.ના પ્રમુખ નિઝામ બાપુ (રહે. ડુંગરી, વાલિયા)એ તમે હવા પ્રદૂષણ તથા કેમિકલયુકત પાણી છોડી પર્યાવરણને નુકસાન કરવા બાબતે પોસ્ટ દ્વારા નોટિસ ફટકારી હતી.

    નોટિસના પગલે તૈરેયાએ નિઝામનો સંપર્ક સાધી શુક્રવારે અંકલેશ્વરની એક હોટલમાં વાતચીતનો દોર શરૂ થયો હતો. જેમાં એનજીઓના પ્રમુખે જીપીસીબીમાં મારી ઓળખાણ છે તેવી ઉલ ઝપટ આપવાનું શરૂ કરી દીધું હતુ. આખરે ૧પ હજારના બદલે મામલો ૭પ૦૦માં પતાવટ થતા પ૦૦ની ૧પ નોટ તૈરેયા દ્વારા નિઝામને આપતા પોલીસને બોલાવી ઝડપાવી દીધો હતો.

    ડાયરીમાંથી વિવિધ કંપનીનાં નામ મળ્યાં

    અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રઘુવીર કેમિકલ કંપનીના માલિકને નોટિસ પાઠવનારાનિઝામ બાપુ પાસેથી મળેલી એક અન્ય ડાયરીમાં પણ વિવિધ કંપનીના નામ હોય આ પ્રમાણે અન્ય કંપની સાથે પણ ઘટના બની છે કે કેમ તે બાબતે તપાસ કરવામાં આવશે.
    ડી.એસ.વાઘેલા, પો.ઈ, અંકલેશ્વર

    અન્ય ઉદ્યોગકારો પણ પોલીસ મથકે દોડી આવ્યા

    જીઆઈડીસી પોલીસ મથકે પર્યાવરણ સુરક્ષા જાગૃતિ અને સહાય એસોસીએશનના પ્રમુખ નિઝામ ઈબ્રાહીમબાપુ ઝડપાયો હોવાની વાત વાયુવેગે ઔદ્યોગિક વસાહતમાં ફેલાતા આ પ્રકારના લેટરો મોકલાયા હોય એવી ઔદ્યોગિક કંપનીના સંચાલકો પોલીસ મથકે દોડી આવ્યા હતાં. જે જોતા પોલીસ દ્વારા આ દિશામાં પણ તપાસ આરંભી હતી.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment