• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • મધુબન ડેમમાં થઇ રહેલો પાણીનો સંગ્રહઃ - જે.સી.ચૌધરી, કાર્યપાલક ઇજનેર
    editor editor on Saturday, July 28, 2012 reviews [0]
    વલસાડઃ તાઃ ૨૭: દમણગંગા યોજના વિભાગ-૧, મધુબન કૉલોનીના
    કાર્યપાલક ઇજનેર શ્રી જે.સી.ચૌધરી તરફથી મળેલી વિગતો અનુસાર દમણગંગા જળાશય યોજનાના
    મધુબન ડેમની જળસપાટી તા.રપમી જુલાઇ, ર૦૧રનાં રોજ સવારે ૮:૦૦ વાગ્‍યે ૭૨.૬૫ મીટર
    નોંધાતા આ જળાશયમાં ૨૪૬.૮૩ મીલીયન ઘનમીટર પાણીનો જથ્‍થો ઉપલબ્‍ધ થવા પામ્‍યો છે.
    છેલ્લા ચોવીસ કલાકમાં ડેમના ઉપરવાસમાં સરેરાશ ૧૭.૩૩ મી.મી. જેટલો વરસાદ નોંધાવા
    પામ્‍યો છે. જેને કારણે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ડેમની સપાટીમાં ૧૦.૨૬ મીલીયન
    ઘનમીટર જેટલા પાણીના જથ્‍થાનો વધારો થયો છે. ચોમાસા પહેલા ઉપલબ્‍ધ પાણીના
    જથ્‍થામાં તા.રપમી જુલાઇ, ર૦૧ર સુધીમાં કુલ ૧૫૯.૨૯ મીલીયન ઘનમીટર જેટલા નવા પાણીનો
    સંગ્રહ થયો છે. હાલની વરસાદની પરિસ્‍થિતિ જોતા, આગામી દિવસોને ધ્‍યાને રાખીને મધુબન
    ડેમમાં આ પાણીનો સંગ્રહ કરવામાં આવી ર?ાો છે. શ્રી ચૌધરીએ વધુમાં જણાવ્‍યા
    અનુસાર કેટલાક સ્‍થાનિક અખબારોમાં મધુબન ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતા ડેમના
    દરવાજા ખોલી નાંખવામાં આવ્‍યા છે, જેને લઇને નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઇ જવા
    પામ્‍યા છે તે મતલબના સમાચારને રદૃિયો આપતા જણાવ્‍યું છે કે, આ વાત સત્‍યથી વેગળી અને
    બિનપાયાદાર છે. જેનાથી પ્રજાએ ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment