• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • દમણ પાલિકાના પ્રમુખ પર અવિશ્વાસની દરખાસ્‍ત પસાર
    લાલબત્તીની લાલચમાં નગર પાલિકા - જીલ્‍લા પંચાયત અસ્‍થિર
    દમણ પાલિકાના પ્રમુખ પર અવિશ્વાસની દરખાસ્‍ત પસાર editor editor on Saturday, July 28, 2012 reviews [0]
    દમણ નગર પાલિકાના પ્રમુખ તથા ઉપ પ્રમુખ પર અવિશ્વાસની બાબતે ડે.કલેકટર ની અધ્‍યક્ષતામાં મળેલી,૧૫ કાઉન્‍સિલરો ની બેઠક,૭ વિરુધ્‍ધ ૮ મતે પ્રસ્‍તાવ પસાર થયો.

    દમણ.તા.૨૭. પંદર સભ્‍યો ધરાવતી દમણ નગર પાલિકાના પ્રમુખ મનોજ નાઈક તથા ઉપ પ્રમુખ શ્રીમતી સિંપલ કાટેલા પર અવિશ્વાસની દરખાસ્‍ત બાબતે ડે.કલેકટર ની અધ્‍યક્ષતામાં મળેલી કાઉન્‍સિલરો ની બેઠકમાં દરખાસ્‍તની વિરુધ્‍ધમાં ૭ તથા તરફ્‍ેણમાં ૮ મત પડતા ૭ વિરુધ્‍ધ ૮ મતે પ્રસ્‍તાવ પસાર થયો હતો.

    નગર પાલિકામાં સત્તા સ્‍થાને બેઠેલા પ્રમુખ ઉપ પ્રમુખ છ માસનો કાર્યકાલ પણ પુરો કરી ન શક્‍યા, દમણના તમામ વોર્ડોમાં ૧૭ કરોડના કામો ઊભા કરી અવિશ્વાસ દરખાસ્‍તની સભા મળે તેને આગલે દિવસે તે કામોનુ ઉદ્‌ઘાટન પણ કરાયુ હતું, હવે આ કામો નવા સત્તાધારીઓ કરશે કે પછી બે બિલાડીની લડાઈમાં વાંદરો ફવી જાય છે તે વખત બતાવશે,દમણ નગર પાલિકામાં વારંવાર અવિશ્વાસ પ્રસ્‍તાવ લાવવામાં આવે છે અને પ્રસ્‍તાવ પસાર થાય છે,પ્રમુખ,ઉપ પ્રમુખ ને સત્તા પર થી હટાવવામાં કાઉન્‍સિલરો ને સફ્‍ળતા મળતી આવી છે,
    દમણ પાલિકાનાં કેટલાક વોર્ડોમાં કામ થાય છે અને કેટલાક માં નથી થતા એવું નથી,પરંતુ પ્રમુખની ચુંટણી વખતે લાલ બત્તી તથા નાંણા ની લાલચ આપવામાં આવે છે,લેવડ-દેવડ ની કબુલાત કરાઈ હોય તે વચનો પુરા ન થતાં,જે કાઉન્‍સિલર સંભવિત પ્રમુખ થવાની ઈચ્‍છા ધરાવતો હોય,વચનો આપી તે પુરા કરી શકે તેમ હોય તેવાની સાથે થઈ વર્તમાન પ્રમુખ અને ઉપ-પ્રમુખ પર અવિશ્વાસની દરખાસ્‍ત લાવી તેઓને સત્તા પરથી હટાવી દેવાય છે અને આ સિલસિલો વરસોથી ચાલુ છે અને રહેશે,

    કહેવાય છે બે નંબરના ધંધા જે પ્રદેશમાં વધુ ચાલતાં હોય ત્‍યાં લાલચુંઓની અપેક્ષા વધુ હોય છે અને તે પુરી કરાતી હોય છે, કોણે કરવી છે સેવા, જ્‍યાં રાજનીતિનું વેપારી કરણ થઈ ગયું હોય ત્‍યાં નગર પાલિકા કે જીલ્‍લા પંચાયત સ્‍થિર રહેતી નથી,લાલ બત્તીનો હાઉ તથા બે નંબરી ટેન્‍ડરો ના કૌભાંડની માયામાં નાગરિક દેશ પ્રેમ ખોઈ બેઠો છે,આખરે નુકશાન પ્રજાને થઈ રહ્યું છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment