• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • દમણના ડુંગરોનો નાશ થતાં પર્યાવરણ બગડયુ,
    વરસાદના કુદરતી કાર્યક્રમમાં થયેલો ફ્‍ેરફ્‍ાર કારખાના ને કારણે દમણની આબોહવામાં ઉષ્‍ણતાનુ પ્રમાણ વધ્‍યુ
    દમણના ડુંગરોનો નાશ થતાં પર્યાવરણ બગડયુ, editor editor on Wednesday, August 1, 2012 reviews [0]
    દમણ.તા.૩૧. દમણના કચીગામ,દાભેલ,દુનેઠા,દલવાડા-કડૈયા,ભીમપોર-વાંકડના કુદરતની ભેટ રુપે પુર્વજો એ સાંચવેલા વરસો જુના ડુંગરોનો ૯૦ ટકા નાશ કરાયો છે અને બાકી બચેલા ૧૦ ટકા ડુંગરોનો ઝડપભેર નાશ કરાઈ રહ્યો છે.

    ડુંગરોનો નાશ થવાથી કુદરતના કાર્યક્રમમાં તફવત આવી રહ્યો છે,એક સમય એવો હતો કે,દમણમાં મુશળધાર વરસાદ જોવા મળતો,દમણ ઉપરથી પસાર થતાં વાદળો -જતા પવનો ડુંગરો સાથે અથડાતાં,વાદળો રોકતા એક બીજા વચ્‍ચે અથડાઈ જતા હતા પરિણામ સ્‍વરુપ દમણ ને વરસાદ નુ ભરપુર પાણી મળી રહેતું,વરસાદની મોજ માણવા મળતી,તળાવો છલોછલ ભરાઈ જતાં,ખેડુતો વરસમાં બે પાક લઈ ધન્‍યતા અનુભવતા,ઢોર ઢાંખરાંને પીવાનુ પાણી તથા ઘાસચારો સહજતાથી ઉપલબ્‍ધ થતો હતો.
    દમણમાં કેટલાક ખેડુતો અનાજ ની સાથે સાથે શાકભાજી પકવતા હતા,આંબા-ચીકુંની વાડીઓ દ્વારા ફ્‍ળો પકવતા હતા,ધીમે ધીમે પાણી વગર બધુ જ નષ્ટ ગયું પરંતુ આજની પરિસ્‍થિતી જુદી થઈ છે,ડુંગરોનો નાશ કરવાથી પર્યાવરણને ભારે નુકશાન પહોંચાડાયું છે ડુંગરો દુર કરી તે જમીન પર કારખાનાઓ ઊભા કરાયા છે વધુ પડતા કારખાના ને કારણે દમણની આબોહવામાં ઉષ્‍ણતાનુ પ્રમાણ વધ્‍યુ છે.
    દમણના આગેવાન નેતા મનોજ નાયક તથા યુવા નેતા મુકેશ પટેલે ડુંગરો ને નાશ કરનારા સામે અવાજ ઉઠાવ્‍યો હતો પરંતુ માફ્‍યિા સામે કોઈનું ચાલતુ નથી એવુ કેટલાક સરકારી અધિકારીઓ એ જણાવ્‍યુ હતુ કે તેઓ ડુંગરો નો બચાવ કરી શક્‍યા નથી, આજે પણ કેટલાક ડુંગરો તોડવાનુ કામ ચાલુ છે પરંતુ સરકારી તંત્ર ચુપચાપ છે, એક નેતા એ એવી પણ માંગ કરી હતી કે, સરકારે જેટલા પણ ખાનગી ડુંગરો હોય તેને એક્‍વાયર્ડ કરી જનહીત માં તેનો નાશ થતો રોકવો જોઈએ જેથી પર્યાવરણ બગડતુ અટકી શકે.
    બીજી તરફ્‍ખેડુતોને ખેતરોમાં પાણી મળતુ નથી,સરકારની નહેર યોજના નિષ્‍ફ્‍ળ રહી છે,ખેડુતો નિરાશામય જીવન જીવી રહ્યા છે, દમણમાં પાણીનો સંગ્રહ ન થવાથી લોકો ને પીવાના પાણીની સમસ્‍યાઓ ઊભી થઈ છે,અમુક ચોકસ પ્રકારના પરપ્રાંતીય માફ્‍યિાઓ એ ડુંગરોનો નાશ કરવાનું માથે લઈ બિન લોક તાંત્રીક સરકાર -પ્રશાસન સાથે મીલી ભગત કરી કરોડો રુપીયાનો વેપાર કર્યો છે, વરસો પહેલા ભારત સરકારે ઉધ્‍યોગ પતિઓને દમણમાં ઉધ્‍યોગો સ્‍થાપવા આમંત્રિત કરી તેઓને ઈન્‍કમ ટેક્ષ,સેલ્‍સ ટેક્ષ માફ્‍કરતા ‌અહીં ઉધ્‍યોગો ખિલ્‍યા હતા,૯૦ ટકા ખેડુતો એ દમણમાં કારખાના માટે જમીન ઉધ્‍યોગપતિઓને વેચી દઈ જમીન વિહોંણા થઈ ગયા છે.

    દમણમાં પશુઓની જીવતર હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે, ઢોર જાહેર માર્ગો પર ઘાસચારાની શોધમાં રખડતા જોવા મળી રહ્યા છે, લોકો માં ચર્ચા છે કે, હવે ડુંગરો તોડવાનુ કામ સરકાર બંધ કરાવે અને પર્યાવરણ ને બચાવે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment