• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • દમણ વિસ્તારમાં ત્રણ દિવસથી પાણી ન આવતા લોકો પરેશાન
    editor editor on Tuesday, May 22, 2012 reviews [0]
    દમણ,તા.૨૧

    અત્રેના નાની દમણ વિસ્તારમાં ત્રણ દિવસથી પાણી ન આવતા લોકો પરેશાન થઈ ગયા છે.,કોઇ પણ જાતની જાહેરાત વગર ત્રણ દિવસથી પાણીની પાઇપ લાઇન રીપેર કરતા લોકો પાણી સ્ટોરેજ કરી શક્યા નહી હોવાથી આ સમસ્યા સર્જાઈ છે.

    દમણ ડાભેલમાં પાણીની લાઇનમાં ટેકનીકલ ખામીને લઇ પાણી પુરવઠો ખોરવાતા ત્રણ દિવસથી નાની દમણ વિસ્તારમાં પાણી ન આવતા લોકોનો રજાનો શનિ,રવિતો બગડયો સાથે સોમવાર પણ બગડયો હતો., પીવાના પાણી તથા ધર વપરાશ પાણી

    પાઈપલાઈન ફાટી જવાથી તાકીદે રિપેરિંગ

    માટે પૈસા ખર્ચી પાણીની ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પૈસાની સગવડ ન હોય તેવા પરિવારોએ કુવામાંથી પાણી ખેચી દિવસ પસાર કર્યો હતો.કુવા પર પાણી માટે મહિલાઓની મોટી લાઇન લાગી હતી. પાઇપ લાઇન રીપેર માટે ૬૫ કારીગરો પીડબ્લ્યુડીના કામે લગાડવામાં આવેલા હતા,પાણી બાબતે પીડબ્લ્યુડી વાટર વિભાગ ઇન ચાર્જ ધીરૂભાઇએ જણાવ્યું હતું કે વર્ષો જૂની પાઇપ લાઇન હોય અને પાણીના ફોસ્ને લઇ પાઇપ ફાટી જવાથી તેના રિપેરિંગ માટે માટે ટેકિનશિયન્સ કામે લાગી ગયા છે અને રીપેર થયા પછી પ્રેસર ટેસ્ટ કરી પાણી પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment