• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • જો તમે અંગદાન કરવા માંગો છો તો ફેસબુક કરશે મદદ
    જો તમે અંગદાન કરવા માંગો છો તો ફેસબુક કરશે મદદ editor editor on Saturday, May 5, 2012 reviews [0]
    લંડન, તા. 05


    હવે તમારે અંગદાન જેવું મહાપુણ્યશાળી કામ માટે રજિસ્ટ્રેશનની કોઈ જરૂર નથી કે નથી ક્યાંય દૂર જવાની જરૂર. ફેસબુક પર ઘરે બેઠા તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. દુનિયામાં અંગદાનનું મહત્વ વધારવા માટે બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ અને ફેસબુકે મળીને આ પગલું ભર્યું છે.
    અંગદાનની જરૂર શા માટે

    એનએચએસ પ્રમાણે અંગોના પ્રત્યારોપણ ના થવાથી માત્ર બ્રિટનમાં જ દરરોજ ત્રણ લોકોનાં મોત થાય છે. આવામાં આ પગલું ભરવું ઉત્તમ ગણાશે. અંગદાનની જરૂર એટલા માટે વધુ છે કારણ કે ઈંગ્લેંડમાં આશરે 10 હજાર લોકો ગમે તે કારણથી કોઈને કોઈ બાબતે અંગની જરૂર પડતી હોય છે. અમેરિકામાં આવા લોકોની સંખ્યા આશરે એક લાખ બાર હજાર આંકવામાં આવી છે. આ સિવાય દુનિયાભરમાં આનાથી વધુ લોકોનાં અંગોનાં પ્રત્યારોપણની ખાસ જરૂર હોય છે.
    શું કહે છે ફેસબુકના સંસ્થાપક

    આ વાતથી ફેસબુકના સંસ્થાપક માર્ક જુકરબર્હ ખૂબ વધુ ઉત્સાહિત છે. આ મામલામાં તેમનું કહેવું છે કે લોકોએ ફેસબુકનો ઉપયયોગ જુદીજુદી રીતે કરતા હોય છે. ખાસ એવા લોકો માટે જેને દાન કરાયેલ અંગોની ખૂબ જરૂર છે. જુકરબર્ગને આ વિચાર પ્રસિદ્ધ કમ્પ્યૂટર કંપની એપલના સંસ્થાપક સ્ટીવ જૉબ્સથી મળ્યો હતો.

    જો કે હંમણાં ફેસબુક પર અંગદાનનું ટૂલ અમેરિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશઓમાં જોડાયો છે. પરંતુ જલ્દી આ ટૂલ ભારતમાં ફેસબુક યૂઝર્સને જોવા મળશે. હવે અંગદાન કરવાની ઈચ્છા ધરાવનારે પોતાની ઈચ્છા વિસે પોતાના ફેસબુક ટાઈમલાઈનમાં જણાવી શકશે. ઉલ્લેખનીય છે કે અંગદાન ટૂલ ફેસબુક પેજ પર પ્રોફાઈલના હિસ્સામાં જોડાઈ જશે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment