• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • દમણમાં કાયદાનું પાલન ન કરનારા બાર પર
    editor editor on Saturday, May 5, 2012 reviews [0]
    દમણ, તા.૫

    દમણમાં રાત્રે ૧૧ વાગ્યા પછી પણ કાયદાની ઐસી તૈસી કરીને બાર ચલાવનારાઓ સામે ગત રાતે પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં બારમાં જઈ પોલીસે દંડા ઉગામવાનું શરૂ કરતા વિસ્તારના અન્ય બાર ટપોટપ બંધ થઈ ગયા હતા.

    દમણમાં ચોરી, લૂંટ અને મર્ડર જેવા બનાવો બનતા પોલીસે રાત્રીના ૧૧ કલાક પછી દારૂનું વેચાણ કરનારા અને દારૂના બાર બંધ કરવાનો એક્ષાઇઝ વિભાગ દ્વારા આદેશ કરાવ્યો હતો. તેમ છતાં દમણમાં ઠેર ઠેર ડાંસ બાર તથા દારૂના વેચાણ કરનારા મોડે સુધી દારૂનું વેચાણ ચાલુ રાખતા હોય, ગત તા.૪ ના રોજ ડીઆઇજી રાજેશ ખુરાનાની સૂચના મુજબ એડીસ્નલ.સુપ્રી.ઓફ પુલીસ ઇ.જે.રોઝારીયાએ પોલીસના કાફલા સાથે સર્વે કરતા દમણના ડાભેલથી વરકુંડ સુધીના વિસ્તારમાં રાત્રીના ૧૧ પછી પણ ડાન્સ બાર ધમ ધમી રહ્યા હોવાનું જણાયું હતુ. તેથી પોલીસે સાગર સંગમમાં ડંડાવાળી પણ કરવી પડી હતી. જેમાં વરકુડના એક બારમાં ઇન્કમટેક્ષ વિભાગના ૬ જણા પણ મઝા માણી રહ્યા હતા તેઓને પણ પોલીસે ચપેટમાં લેતા તેઓએ ઉપલા અધિકારીને ફોન કર્યો હતો. આ ઉચ્ચઅધિકારીએ ડીઆઇજીને ફોન કરતા ડીઆઇજીએ તેમને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધુ હતું કે પોલીસના કામમાં કોઇની દખલ ચાલશે નહી. જેથી મઝા માણી રહેલ ઇન્કમટેક્ષ વિભાગના ૬ જણામાં ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment