• Gallery
 • Browse by Category
 • Videos
 • Top Rated Articles
 • Public TimeLine
 • News RSS Feeds
 • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
 • અમલદારીશાહી સામે આંદોલન ચલાવશે વિશાલ અને મોહન
  દમણ-દીવ તથા દાનહ આજે પણ અમલદારશાહીના વહીવટ નીચે કચડાઈ રહ્યા
  editor editor on Wednesday, August 8, 2012 reviews [0]
  ભારત 65મી સ્‍વતંત્રતાની વર્ષગાંઠ ઉજવી રહ્યુ છે પરંતુ દમણ-દીવ તથા દાનહ આજે પણ અમલદારશાહીના વહીવટ નીચે કચડાઈ રહ્યા છે.

  દમણ.તા.૮,દમણ-દીવ તથા દાદરા નગર હવેલી સંઘ પ્રદેસના વિદ્યાર્થીઓ ભણી ગણી ડોક્‍ટર તથા ઈન્‍જીનીયરો થયા છે પરંતુ હજી સુધી સ્‍થાનિક આઈએએસ-આઈપીએસ થયા નથી,આઈએએસ થયેલા દિલ્‍હી થી આવે છે ત્‍યારે મામલતદારનુ કામ, સરકારી કામ આપણા ઓછુ ભણેલા સ્‍થાનિક કર્મચારીઓ પાસે થી શિખે છે અને કામ શિખી ગયા બાદ અહીં ની ભોળી પ્રજાને કાયદાનો ડર બતાવી જાહેર જનતાના નાના કામો કરતા નથી,આઈએએસ અધિકારીઓ બે થી ત્રણ વર્ષ અહીં રહે છે પરંતુ તેઓને દસ ખાતા ફળેવેલા હોય તથા વારંવાર ખાતાકીય બદલી થતી હોય પ્રજાના કામો થતા નથી, પરંતુ આ જ અધિકારીઓ ભેટ સોગાદો લઈ કારખાનેદારોના કામો કરી તેઓની ફઈલ તેમની કચેરી અથવા તેમના ઘરે સરકારી કર્મચારી ને લઈ ને જતા જોયા છે, સામાન્‍ય પ્રજાની પરિસ્‍થિતી કેવી ? સંઘ પ્રદેસની જનતા પૈસા લઈ મતદાન કરતા હોવાથી અભણ વ્‍યક્‍તિ ચુંટાઈ જાય છે એવું નથી,પ્રજા જાગૃત છે,ભૂતકાળમા એવું બનતું કે નેતાઓને સારા માણસોના ગૃપ ની જરુરત રહેતી નહી સીધા લોકોને પૈસા ધરી વોટ ખરીદી લેતા હતા હવે એવું નથી, જે નેતા પાસે સારા વ્‍યક્‍તિઓનો સમુહ હશે તે જ ચુંટાશે, હવે પેરજાને મુરખ બનાવી શકાય તેમ નથી એ વાત નેતાઓ સમજી ચયા છે, ઈતિહાસ થઈ ગયો છે ઓવર કોન્‍ફ્‍ીડેન્‍સવાળો નેતા હારે છે.નેતા કોઈ પણ હોય પરંતુ પ્રશાસનિક માળખુ અમલદાર શાહીનુ હોવાથી ચુંટાયેલા નેતા સાંસદ લાચાર રહે છે,એવું પણ નથી કે ચુંટાયેલો સાંસદ ફ્‍ક્‍ત વેપાર કરે છે કે પછી તેના અંગત ખોટા કામો કરાવે છે.તલાટી ઓ એટલા બધાં કામમાં વ્‍યસ્‍થ હોય છે કે ૫૦ રુપિયા લઈ ને પણ ૧-૧૪ની નકલ કાઢી આપવાનો સમય તેઓ પાસે રહેતો નથી,
  નાનકડાં દમણમાં ગજા બહારના વિભાગો તથા સ્‍ટાફ્‍ હોવા છતાં લોકોના કામો થતા નથી અહીં દરેક કામોના રેટ નક્કી કરાયેલા છે વારસાઈના કામ માટે એકર સુધી ૫૦ હજાર ત્‍યારબાદ પ્રતિ ગુંઠા ૫ હજાર સંબંધિત કર્મચારી તથા ,જમીન લે-વેચની ચાલતી ફાઈલ,આર્મ લાયસન્‍સ ફાઈલ,રેશન કાર્ડ,જન્‍મ મરણનો દાખલો,રહેઠાણ નો દાખલો, જાતિનુ પ્રમાણ પત્ર મેળવવાના કામો મહિનાઓ અને વરસ નિકળી જાય છે,વધુ કામનો બોજો સુપ્રીન્‍ટેન્‍ડેન્‍ટના માથે હોય છે,બે કરતા વધુ નિભાગના કામો તેઓએ કરવાના હોય છે એટલે તેઓ એક કામ પણ સમય મર્યાદા અંદર કરી શકતા નથી, કેટલાક લોકો તેઓ ને લાંચ આપી તેઓના કામ કઢાવી લે છે એ વાત ખોટી છે એવું એક ઓફ્‍સિ સુપ્રીન્‍ટેન્‍ડેન્‍ટ જણાવ્‍યું હતુ. અમુક ખાસ ગણાતા તત્‍વો સિવાય કોઈના કામો થતા નથી, દમણના વિદ્યાર્થી ઓમાથી કોઈક આઈએએસ કે આઈપીએસ થશે તો દમણમાંથી ભ્રષ્ટાચાર નાબુદ થશે એવુ પ્રદેસ કોંગ્રેસ પ્રમુખ તથા જીલ્‍લા પંચાયતના પ્રમુખ એવમ્‌ દમણ-દીવ સંઘપ્રદેસના મુખ્‍ય સલાહકાર કેતન પટેલે જણાવ્‍યુ હતુ તથા ભાજપ પ્રદેસ મહામંત્રી વાસુ પટેલ હમેશા ભ્રષ્‍ટ્રાચાર ના વિરોધી હોવા ને નાતે પક્ષ પલ્‍ટાની બાબતે વારંવાર કોર્ટના દરવાજા ખટકાવતા રહ્યા છે પરંતુ હર ક્ષેત્રમાં ભ્રષ્‍ટ્રાચાર હોવાથી સાચા લોકોને ન્‍યાય મળતો નથી એવુ ભાજપના પ્રદેસ પ્રમુખ ભગવાનભાઈ માછીનું કહેવું છે.
  સંઘ પ્રદેસ ને મીની ધારાસભા આપી ન શકાતી હોય તો ગોવા,મહારાષ્‍ટ્ર જેવા રા
  જ્‍યોમાં જોડી દેવાથી કેન્‍દ્ર સરકાર ને સંઘ પ્રદેસ ની ચિન્‍તા કરવાની રહેશે નહીં અને સ્‍થાનિક પ્રજાના પ્રતિનિધિઓ ને વહીવટમાં ભાગીદારી કરવાની તક મળશે આ દિશામાં જાગૃત નેતા તરીકે દમણ દીવ પ્રદેસ કોંગ્રેસ પ્રમુખ વિશાલ ટંડેલ તથા દાનહ પ્રદેસ પ્રમુખ
  મોહન ડેલકરે બહાર આવવું જોઈએ એવી પ્રજાની લાગણી છે.
                             

    Comments
  » Not yet reviewed by any member. You can be the first one to write a review.
  
  » You must be logged in to post a comment