• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • દમણની પ્રથમ સ્‍થાનિક મહિલા ગીતાબેન વાઘેલા દીવના બાળ વિકાસ અધિકારી બન્‍યા.
    દમણની પ્રથમ સ્‍થાનિક મહિલા ગીતાબેન વાઘેલા દીવના બાળ વિકાસ અધિકારી બન્‍યા. editor editor on Saturday, August 4, 2012 reviews [0]
    દમણ. દમણ-દીવ ગોવાથી ૧૯૮૭માં છુટુ પડયું હતુ ત્‍યારબાદ દમણ-દીવ પ્રશાસને દમણ અને દીવમાં બે મુખ્‍ય સેવિકાઓને પ્રમોશન આપી બાળ વિકાસ અધિકારી બનાવ્‍યા હતા, ૪૦ પોઈંટ રોસ્‍ટર આનામત પ્રમાણે જો પ્રથમ પોસ્‍ટ ભરતી વખતે અનુસુચિત જાતીનો કર્મચારી ન હોય તો તે બેક લોગ ઘણીલેવું અને પ્રથમ નિવૃત થતા અધિકારી ને સ્‍થાને અનુસુચિત જાતીના કર્મચારી ને પ્રમોશન આપવાનુ હોય પરંતુ તેમ ન થતા માત્ર એસએસસી મુખ્‍ય સેવિકાને પ્રમોશન અપાયુ હતુ, અને બેક લોગ ની ઐસી કી તૈસી કરાઈ હતી, ત્‍યારબાદ નવા રોસ્‍ટર બેઈઝ પ્રમોશન અધિનિયમ પ્રમાણે પાચં પ્રમોશન અનુસુચિત જાતીના કર્મચારી ને આપવાનુ હોય તેમ ન કરતા પ્રશાસને જનરલ કર્મચારી ને દીવ થી બોલાવી દમણમાં પ્રમોશન આપી દીધુ હતું, દીવમાં પણ કર્માનુંસાર બાળ વિકાસ અધિકારી નિવૃત થતા દમણ જીલ્‍લાની સ્‍થાનિક પ્રથમ સનાતક માહ્યાવંશી મહિલા ગીતાબેન લક્ષ્મણભાઈ વાઘેલા જે હાલ In ચાર્જ સમાજ કલ્‍યાણ અધિકારી તરીકે સમાજ કલ્‍યાણ વિભાગ દમણમા કાયાર્રત હતા તેમને અન્‍યાય થયાને ૨૫ વર્ષ બાદ દીવના બાળ વિકાસ અધિકારી તરીકે દમણ-દીવ પ્રશાસન દ્વારા બઢતી અપાઈ છે.૨૫ વર્ષના અન્‍યાય બાદ ફ્‍રી દમણથી ૭૫૦ કી.મી.દુર દીવ અનુસુચિત મહિલાને પ્રમોશન ને બહાને ધકેલી દેવાયાનો અસંતોષ જોવા મળી રહ્યો છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment