• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • બજેટ વખણાશે : પ્રણવને ભરોસો
    editor editor on Friday, May 18, 2012 reviews [0]
    નવી દિલ્હી : બજેટ અંગેની પ્રતિક્રિયાથી નાણામંત્રાલયની વિશાળ ઓફિસ નોર્થ બ્લોકના પરસાળમાં નિરાશા દેખાય છે , પરંતુ અહીંના સૌથી વધુ મહત્ત્વના નિવાસી નાણાપ્રધાન પ્રણવ મુખરજીને મનોમન વિશ્વાસ છે કે ટૂંક સમયમાં બજેટની પ્રશંસા થશે .

    શુક્રવારે સેન્સેક્સમાં 209 પોઇન્ટના ઘટાડા સાથે શેરબજારની પ્રારંભિક પ્રતિક્રિયા નકારાત્મક રહી હતી , જ્યારે પ્રસાર માધ્યમો અને રોકાણકારોએ આ બજેટને નબળું અને વિરોધી લેખાવ્યું હતું . વૈશ્વિક પ્રસાર માધ્યમોમાં વિદેશી મર્જર અંગેનો સરકારનો નિર્ણય છવાયેલો રહ્યો હતો .

    આ નિર્ણયથી વોડાફોનનો 2.9 અબજ ડોલરનો ટેક્સ વિવાદ ફરી ઊભો થવાની શક્યતા છે . સુપ્રીમ કોર્ટે આ ટેલિકોમ કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યા પછી ઘણા લોકો માનતા હતા કે આ વિવાદ પર હવે પૂર્ણવિરામ આવી ગયું છે .

    રેલવે બજેટના ફિયાસ્કો પછી મુખરજીએ વિરોધ પક્ષો પર ગુસ્સો ઠાલવ્યો હતો અને તેમની વર્તણૂકને ' મિજાજી બાળકો ' જેવી ગણાવી હતી . જોકે શનિવારે તેઓ હળવા મૂડમાં હતા , પરંતુ તેમના કેટલાક અધિકારીઓના ચહેરા પર હતાશા દેખાતી હતી .

    મુખરજીએ પત્રકારોને જણાવ્યું હતું કે સુધારા આગળ ધપાવવા માટે બજેટ યોગ્ય ફોરમ નથી . સુધારા માટે વ્યાપક રાજકીય સર્વસંમતિની જરૂર પડે છે . યુપીએ સરકાર સુધારા અને ખાસ કરીને પેટ્રો પેદાશોની સબસિડીમાં ઘટાડા અંગેની જરૂરિયાત અંગે સર્વસંમતિ કેળવવાનો બજેટ સત્ર પૂરું થયા પછી પ્રયાસ કરશે .

    નાણાપ્રધાને વધુ સેવાઓને ટેક્સ લાદવાના ' ફુગાવાજન્ય ' નિર્ણયનો જોરદાર બચાવ કરતાં જણાવ્યું હતું કે બજેટમાં આકરા નિર્ણયો કરાયા છે અને ચૂંટણીનાં પરિણામોથી તેમને અસર થઈ નથી .

    મુખરજીએ જણાવ્યું હતું કે , આ વર્ષે મારે વધારાનાં સંસાધનો ઊભો કરવા મારે એક્સાઇઝ ડ્યૂટી અને સર્વિસ ટેક્સના વધારો કરવાનો હતો , પરંતુ તે લાદવામાં આવેલો નવો ટેક્સ નથી . ફિસ્કલ કોન્સોલિડેશન માટે અમારે આવું કરવું પડે તેમ હતું .

    એચડીએફસી બેન્કના ચીફ ઇકોનોમિસ્ટ અભીક બરુઆ માને છે કે બજેટ આંકડાના સંદર્ભમાં વધુ વિશ્વસનીય છે , પરંતુ રોકાણને વેગ આપવાના પગલાં નિરાશાજનક છે .

    ગયા વર્ષે નાણાપ્રધાને ખર્ચમાં માત્ર 3.6 ટકાની વૃદ્ધિનો અંદાજ આપ્યો હતો . આ આંકડો બજારને વિશ્વસનીય લાગ્યો ન હતો અને એક અધિકારીને સ્પષ્ટતા કરવાના કામે લગાડવામાં આવ્યા હતા .

    પરંતુ આ વર્ષે વિશ્વાસ છે કે બજેટના આ આંકડા હાંસલ થઈ શકે તેવા છે . 2012-14 માં ખર્ચમાં 13.1 ટકાની વધારાની અંદાજ મુકાયો છે , જેને અધિકારીઓ હાંસલ થઈ શકાય તેવો માને છે .
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment