• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • દમણ-દીવના કામો પુરા કરાવીયા -લાલુ પટેલ
    દમણ-દીવના કામો પુરા કરાવીયા -લાલુ પટેલ editor editor on Friday, September 7, 2012 reviews [0]
    દમણ.તા.6 દમણ-દીવના ભાજપી સાંસદ લાલુભાઈ પટેલે ભેટ વાર્તામાં જણાવ્‍યુ કે,૩ વર્ષના કાર્યકાલ દરમિયાન કેન્‍દ્ર સરકાર પાસે દમણ-દીવ ના ઘણા કામો કરાવવામાં તેમને સફ્‍ળતા મળી છે, દમણમાં સીઆરઝેડ ને નાબુદ કરાવી તેની જગ્‍યા એ સીએમઝેડ નો કાયદો લાગુ કરાવવામાં ભારત સરકારના પ્રયાવરણ એવમ્‌ વન મંત્રાલય ના સંયુક્‍ત સચિવ શ્રી સેંથલવેલજી તથા દમણ-દીવ પ્રશાસનના સહયોગ તેમણે મળ્‍યો હતો.હવે સીએમઝેડ કાયદો બની ચુક્‍યો છે પરંતુ દમણ ના કેટલાક ખેડુતો ને તેની જાણ નથી, ભારત સરકાર ના માર્દર્શન હેઠળ સંઘ પ્રદેસ પ્રશાસન દ્વારા કોસ્‍ટલ મેનેજમેન્‍ટ ઝોન (સીએમઝેડ) ના નકશા તૈયાર કરવાનુ કામ એક એજેન્‍સી ને સોંપયેલ છે તથા તે માટેનું ફ્‍ંડ પણ ફળવાયેલ છે.
    વધુ માહિતિ આપતા સાંસદે જણાવ્‍યુ કે, તેમણે ગત લોકસભાની ચુંટણી પહેલા આપેલા વચનો પૈકી પાકિસ્‍તાન જેલમાંથી માછીમારો ને છોડવવા,ઘર ઘર પિવાનુ પાણી પુરુ પાડવું,વિજની સમસ્‍યા,સીઆરઝેડ,પંચાયતો ને સવાયતા તથા વિકાસ માટે સીધા ફ્‍ંડની જોગવાઈ,પંચાયતી રાજ રેગ્‍યુલેશન એકટ લાગુ કરાવવું, દલ બદલુ અટકાવ કાયદો,કેન્‍દ્ર સરકારની સ્‍કીમ હેઠળ ૧૦૮ એમબ્‍યુલન્‍સ સેવા, રોડના કામો,પેવર બ્‍લોક પાથરવાના કામો, જરુરી પોંઈટો પર હાઈમસ્‍ટ લાઈટો, ફ્‍સિરીઝ જેટ્ટી તૈયાર કરાવવી, કોમ્‍યુનિટિ હોલ બંધાવવા, શમશાન ભૂમિ આગળો બેઠક હોલ બનાવવા,સ્‍કુલોમાં કોમ્‍પ્‍યુટર વિતરણ જેવા અનેક કામો કરાવવામાં તથા સાંસદ નિધિ વાપરવામાં સફ્‍ળતા મળી છે, હવે ઘર ઘર ગેસ પાઈપ લાઈન પુરી પાડવાનું કામ બાકી છે તે ટુંક સમયમાં શરુ કરાવાવના તેમના પ્રયત્‍નો ચાલું છે એવું તેમણે જણાવ્‍યુ હતું.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment