• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • દમણમાં આરોગ્‍ય વિભાગમાં ભર્તી પ્રક્રિયા માં બ્રેક
    દમણમાં આરોગ્‍ય વિભાગમાં ભર્તી પ્રક્રિયા માં બ્રેક editor editor on Friday, September 7, 2012 reviews [0]
    દમણ.તા.6. દમણ-દીવ પ્રશાસન દ્વારા દમણ ખાતે આરોગ્‍ય વિભાગના વિવિધ ૩૫ પદોની ભર્તી માટે સમગ્ર ભારત ના માંથી ૮૦ ટકા તથા દમણ દીવમાંથી ૨૦ ટકા આમ કુલ ૭૦૦ કરતા વધુ ઉમેદવારો દમણ આરોગ્‍ય વિભાગમાં ઈન્‍ટર્વ્‍યુ માટે વહેલી સવારે ઉપસ્‍થિત થયા હતા, દમણ-દીવ ના યુથ એકશન ફેર્સ ના વડા ઉમેશ પટેલ, વિકાસ મંચના નવિન પટેલ તથા દમણ દીવ ભાજપના મહાસચિવ વાસુ પટેલ, પ્રદેશ ભાજપા યુવા પાંખના પ્રમુખ અશોક કાસી તથા પુર્વ પાલિકા પ્રમુખ મનોજ નાયકે દમણ-દીવ દાનહ ના આરોગ્‍ય સચિવ મોહન જીત સિંઘ ને ગત રોજ સિલવાસા જઈ મળી આ ભર્તી બાબતે તેઓ એ સ્‍થાનિકોને અન્‍યાય ન થાય તે બાબતે રજુઆત કરી હતી પરંતુ આજ રોજ ભર્તી માટે ઉપસ્‍થત ટોળાને જોઈ ભાજપા ના તથા દમણ ના આગેવાનો એ દમણ દીવ પ્રશાસક બી એસ ભલ્‍લા ને એક આવેદન પત્ર આપી આ થઈ રહેલી ભર્તી પ્રક્રિયા ને તત્‍કાલ રોકી દેવા ની માંગ કરી હતી,આરોગ્‍ય વિભાગમાં એનઆરએચએમ હેઠળ થઈ રહેલી વિવિધ પદો માટેની ભર્તી માં પ્રદેસ બહાર થી ઉમેદવારો ને બોલાવાયા એ એક દુખદ ઘટના ગણાવાય હતી,ભાજપા તથા વિકાસ મંચ તથા એકશન યુથ ફેર્સની માંગ છે કે, આ તમામ પદો માટે દમણ-દીવ નાં સ્‍થાનિકોની ભર્તી થાય તે હેતુ સર તથા સરકાર દ્વારા ચલાવાતી સ્‍કીમ હેઠળ સ્‍થાનિકો ને સેવાનો મોકો આપવાનો હોય છે,ભાજપા ના વાંધા ને ધ્‍યાંન માં લઈ દમણ-દીવ તથા દાદરા નગર હવેલી ના પ્રશાસકે આ ભર્તી તત્‍કાલ રોકી દીધી હતી.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment