• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • વલસાડ જિલ્લાનું ગૌરવ ધરમપુર અને કપરાડાના આદિવાસી વિદ્યાર્થીઓ માટે આસમાનને આંબવાની તક :
    editor editor on Thursday, May 24, 2012 reviews [0]

    : અભ્‍યાસક્રમ માટેની પ્રવેશ પરીક્ષામાં
    ધરમપુરના પરીક્ષા કેન્‍દ્રમાંથી ૮૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
    ત્‍.ખ્‍.લ્‍ : અભ્‍યાસક્રમ ઉપરાંત અન્‍ય સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટેનું
    તજજ્ઞોનું માર્ગદર્શન વનરાજ કૉલેજ ખાતે વિનામૂલ્‍યે ઉપલબ્‍ધ -અહેવાલ : હેમંત કંડોલીયા

    (વલસાડ માહિતી બ્‍યૂરો): વલસાડઃ તાઃ ૨૩: ધરમપુર અને કપરાડા વિસ્‍તારના આદિવાસી પરિવારના વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં ઇન્‍ડિયન એડમિનિસ્‍ટ્રેશન સર્વિસ (ત્‍.ખ્‍.લ્‍) ની તાલીમ મળશે, એમ કોઇ કહે તો કદાચ આ વાત જલ્‍દી ગળે નહીં ઉતરે, પરંતુ વાત છે તો સો ટચના સોના જેવી સાવ સાચી.

    તાજેતરમાં જ ધરમપુરની વનરાજ કૉલેજ ખાતે ત્‍.ખ્‍.લ્‍ નાં અભ્‍યાસક્રમ માટેની પ્રવેશ કસોટી યોજાઇ ગઇ. જેમાં આ વિસ્‍તારના પ૦ વિદ્યાર્થીઓ અને ૩પ વિદ્યાર્થીનીઓ મળી કુલ-૮૫ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો.

    આ સાથે દક્ષિણ ગુજરાતના જુદા જુદા ચાર સેન્‍ટરો પર લેવાયેલી ત્‍.ખ્‍.લ્‍ અભ્‍યાસક્રમ માટેની એન્‍ટ્રન્‍સમાં કુલ-૨૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં માંડવી, બારડોલી, સૂરત અને ધરમપુરના પરીક્ષા કેન્‍દ્રો પૈકી સૌથી વધુ ધરમપુરના ૮૫ પરીક્ષાર્થીઓ નોંધાવા પામ્‍યા હતા, એમ જણાવી આ અભ્‍યાસક્રમ ચલાવનાર સંસ્‍થાના પ્રમુખ શ્રી સૌરભભાઇ દેસાઇએ માહિતી વિભાગને એક મુલાકાતમાં જણાવ્‍યું હતું. આગામી દિવસોમાં આદિવાસી વિસ્‍તારના વિદ્યાર્થીઓમાંથી કોઇ છોકરો કે છોકરી તેમનામાં રહેલું કૌવત ઝળકાવે અને ત્‍.ખ્‍.લ્‍ થઇને આ વિસ્‍તારનું નામ રોશન કરે તે દિવસો હવે દૂર નથી.

    ડૉ.સૌરભ જે.દેસાઇ ચેરીટેબલ ટ્રસ્‍ટ, આમડપોર, તા.પલસાડા, જિ.સૂરત ખાતે આગામી જુન, ર૦૧રના નવા સત્રથી શરૂ થનારા ત્‍.ખ્‍.લ્‍ ટ્રેનિંગ સેન્‍ટર માટે દક્ષિણ ગુજરાતના જુદા જુદા ચાર સેન્‍ટરો પર પ્રવેશ પરીક્ષાઓ યોજવામાં આવી હતી. જેમાં ધરમપુરની વનરાજ કૉલેજના આ સેન્‍ટર પરથી ૮૫ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો, એમ પૂરક માહિતી આપતા કૉલેજના પ્રિન્‍સિપાલ શ્રી યોગેશ ભટૃે વધુમાં જણાવ્‍યું હતું.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment
    Sponsor
    VALSAD INDUSTRIES DIRECTORY 2010-11

    (2nd Edition) with FREE CD
    Click Here to Buy...

     Useful Link Of Daman

     • Notifications

     • Circulars

     • Other Resources

     • Press Notes

     • Jobs

      Tourism

     • Historical Places

     • Amusement Parks

     • Beaches

     • Shopping

     • Foods & Accom.

     • How to reach

      Administration

     • Departments

     • Contact Numbers

     • DAMAN MUNICIPAL

     • Missions, Society....

      Miscellaneous

     • Mahyavanshi Foundation

     • Skyline Aviation Club
     • Asali Azadi
     • Sandesh
     • Urmi Sagar

     • UIDAI

     • RationCard Data

     • Rainfall-2011

     • Flood Control