• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • માત્ર રૂ.૫૦માં માગો તે દસ્તાવેજો બનાવી આપવાનો કાળો કારોબાર
    પોલીસે ડમી ગ્રાહક બની ખોટું ઈલેકશન કાર્ડ તૈયાર કરાવ્યું
    માત્ર રૂ.૫૦માં માગો તે દસ્તાવેજો બનાવી આપવાનો કાળો કારોબાર editor editor on Thursday, May 10, 2012 reviews [0]
    માત્ર ફોટો આપીને માંગો તે બનાવટી દસ્તાવેજો અને બોગસ આઈડી પ્રૂફ તૈયાર કરી આપનારા શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે છટકું ગોઠવી આબાદ ઝડપી લીધો હતો. ડમી ગ્રાહક બનીને ગયેલી પોલીસે બનાવટી ઈલેક્શન કાર્ડ અને વોડાફોન કંપનીનું મોબાઈલ બિલ રૂ.૧૪૦માં તૈયાર કરાવ્યા બાદ યુવકની આશ્રમ રોડના નારાયણ ચેમ્બર્સમાં આવેલી ઓફિસે તેના કોમ્પ્યુટરમાં ૨૦૦થી વધુ બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હોવાના પુરાવા મળ્યાં હતા. માત્ર રૂ.૫૦ કે ૧૦૦ના બદલામાં બોગસ દસ્તાવેજો બનાવી આપવાનો આ કાળો કારોબાર ત્રણ વર્ષથી ચાલતો હતો. બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કયાં કયાં થયો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

    ૨૦૦થી વધુ બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાની વિગતો ખૂલી
    માત્ર ફોટો આપો અને કોઈ પણ બનાવટી આઈડી પ્રૂફ તૈયાર
    પોલીસે ડમી ગ્રાહક બની ખોટું ઈલેકશન કાર્ડ તૈયાર કરાવ્યું
    એસઓજીએ છટકું ગોઠવી આશ્રમ રોડની નારાયણ ચેમ્બર્સમાંથી એકને પકડયો

    અમદાવાદ અને જામનગરમાં ત્રાસવાદી હુમલાની દહેશત વચ્ચે પાંચ શકમંદોના ચહેરા જાહેર થયા છે. આ શકમંદો ખોટા આઈડી પ્રૂફ તૈયાર કરી મોબાઈલ ફોનના સિમકાર્ડ મેળવ્યા હોવાની વિગતો ખૂલી છે. હોટેલ કે ગેસ્ટહાઉસોમાં રોકાણ માટે પણ ખોટા આઈડી પ્રૂફનો ઉપયોગ થતો હોય છે ત્યારે બનાવટી દસ્તાવેજો તૈયાર કરી આપનારા શખસો પર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા વોચ ગોઠવાઈ હતી. આશ્રમ રોડ, નારાયણ ચેમ્બર્સમાં 'ટ્વિન્કલ ગ્રાફિકસ એન્ડ કોપીયરરૂ નામે ચાલતી દુકાન નં- ૨માં માંગો તે બનાવટી દસ્તાવેજો અને આઈ.ડી.પ્રૂફ તૈયાર કરી અપાતા હોવાની બાતમી બાદ પોલીસ ડમી ગ્રાહક બની હતી.

    જ્યાંથી પોલીસ કોન્સ્ટેબલને તેના નામનું ખોટું ઈલેક્શન કાર્ડ તથા વોડાફોન કંપનીનું મોબાઈલ બિલ રૂ.૧૪૦માં બનાવી આપ્યું હતુ. ત્યારબાદ પોલીસટીમે અહીં દરોડો પાડી દુકાન માલિક મદનકુમાર સિંગેશ્વર ઝા (રહે.પાર્થ એવન્યુ, નાલંદા વિદ્યાલય પાસે, ઘાટલોડિયા, મૂળ, રહે. બિહાર)ની ધરપકડ કરી હતી. તેની કોમ્પ્યુટરની પોલીસે ચકાસણી કરતા અંદાજે ૨૦૦થી વધુ બનાવટી દસ્તાવેજો તૈયાર કરાયા હોવાનું ખૂલ્યું છે.

    કયા બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા ?

    મદન કોઈ પણના નામનું બીલ, સેલેરી સ્લિપ, કોઈ પણ કંપનીનું આઈ કાર્ડ, ઈલેક્શન કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ તૈયાર કરી આપતો હતો. ફોટો આપોપછી કોમ્પ્યુટરથી સ્કેનિંગ કરી દસ્તાવેજની પ્રિન્ટ કાઢવામાં આવતી હતી. પોલીસને તેની પાસેથી બેન્ક તથા ઈન્સ્યોરન્સ કંપનીના જુદા જુદા કાર્ડ મોટી સંખ્યામાં મળ્યાં છે.

    મદન રોજ બે હજાર કમાતો હતો

    મદન રોજ બે હજાર કમાતો હતો. રોજ ૧૫ થી ૨૦ ગ્રાહકો આવતા હતા. ટેલીકોમ કંપનીના એકઝીકયુટીવની સંખ્યા વધારે છે. ઓરીજીનલ કાર્ડ મદન કયાંથી લાવતો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે, પહેલીવાર કોઈ ગ્રાહક તેની કંપની કે અન્ય કોઈ કાર્ડ લઈને ગયા હોય ત્યારે તે કોમ્પ્યુટરમાં સેવ કરી બનાવટી કાર્ડ બનાવી આપતો હતો.

    સિમકાર્ડ વેચવા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ

    મદને પોલીસને જણાવ્યું હતું કે, જુદી જુદી ટેલીકોમ કંપનીના એક્ઝિક્યુટીવ કાર્ડ વેચાણનો ટાર્ગેટ પૂરો કરવા પોતાની પાસે બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવતા હતા. કોઈને સિમકાર્ડ જોઈતું હોય અને તેની પાસે આઈ.ડી. પ્રૂફ ના હોય તો કંપનીના એક્ઝિક્યુટીવ ગ્રાહત પાસેથી તેનો ફોટો મેળવી લેતા. બનાવટી દસ્તાવેજ તૈયાર કરનારને ફોટો આપ્યા બાદ માત્ર પચાસ કે સો રૂપિયામાં જે તે વ્યકિતના નામે બનાવટી આઈ.ડી.પ્રૂફ તૈયાર કરાતા હતા. એક સાઈડનું પ્રૂફ રૂ. ૫૦માં તૈયાર કરાતુ. જ્યારે આગળ-પાછળ એમ બે સાઈડનું પ્રૂફ રૂ. ૧૦૦માં તૈયાર કરી આપવામાં આવતું હતું.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment