• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • દમણમાં નીતિ નિયમોને નેવે મૂકી થઈ રહેલાં સુવિધારહિત બાંધકામ
    ઈમારતોમાં પાર્કિગ, હવા-ઉજાસ કે આગ ઓલવવા માટે પણ સુવિધા નથી બાંધકામમાં પણ હલકી કક્ષાના મટિરિયલના ઉપયોગની બૂમ
    editor editor on Thursday, May 10, 2012 reviews [0]
    સંઘપ્રદેશ દમણમાં સીઆરઝેડને કારણે બાંધકામ માટેની પરવાનગી લેવામાં તકલીફો પડતી હોય છે પણ આમ છતાં તેની પરવા કર્યા વગર બિલ્ડરો નાની જગ્યા પર ગ્રાઉન્ડ ફલોર પર દુકાનો સહિત દસ માળની ઈમારતોનું બાંધકામ કરી રહ્યા છે. દમણમાં કેટલાક વિસ્તારોમાં પાર્કિંગ સુવિધા વિના તાણી બંધાયેલા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોની હાલત કફોડી થઇ ગઇ છે.

    ઈમારતોમાં પાર્કિગ, હવા-ઉજાસ કે આગ ઓલવવા માટે પણ સુવિધા નથી
    બાંધકામમાં પણ હલકી કક્ષાના મટિરિયલના ઉપયોગની બૂમ

    દમણમાં સુવિધા વિનાના ફલેટોના ભાવો આસમાને પહોંચી ગયા છે. દમણમાં લો ક્વોલિટી અને પાકિંર્ગની સવિધા ન હોવા છતાં ફલેટનો ભાવ પ્રતિ ચોરસમીટરના રૂ.૧૫૦૦ થી શરૂ થઇ ૨૫૦૦ સુધી પહોંચી ગયા છે. બિલ્ડરો પોતાની મરજી મુજબ ફલેટોના ભાવ નક્કી કરતા હોય છે. કોઇ પણ ગ્રાહક તેમને ભાવ બાબતે કહે તો જવાબ મળે છે કે બિલ્ડિંગ બનવા પહેલા સરકારી, બિનસરકારી અધિકારીઓ સાથે બાંધકામની પરમિશન માટે અંદર ટેબલ વહેવાર કરવો પડે છે અને તે ન કરીએ તો કામકાજમાં કંઈકને કંઇક ટેકનિકલ ખામીઓ કાઢી સંબંધિત અધિકારીઓ પરેશાન કરે છે.પાર્કિગની સુવિધા ન હોવા બાબતે તેઓનંુ કહેવું છે કે અમોએ આપેલા પૈસાના વળતર માટે અમારે ઉપર વટ જઇ ખોટું કરવું પડે છે. પૈસાની લેવડદેવડને લઇ અમોને પૂછવાવાળું કોઇ જ નથી તથા બાંધકામમાં સામાનની લાગતના ૧૦૦ ટકા પરમિશન આપતા સત્તાધારીઓને ચૂકવવા પડે છે, રેતી ગુજરાતથી બેનંબરમાં ખરીદવી પડે છે. આ બધે પહોંચી વળવા બિલ્ડરોને મજબુર થઈ બાંધકામના સામાન પણ હલકી કક્ષાનો વાપરવો પડે છે. ટાવરોના અને નાના બાંધકામોને લઇ જે તે એપાર્ટમેન્ટમાં પાર્કિંગની સુવિધાઓ હોતી નથી લોકોની કફોડી હાલત થતી હોય છે.દમણમાં ભાગ્યે જ કોઇ એપાર્ટમેન્ટ એવું હશે જેમાં પાર્કિંગની સુવિધા, આગ હોલવવાના ઉપકરણો, હવા ઉજાસ અને વોચમેનની જેવી સુવિધા હોય. હાલમાં દમણની આસપાસ બિલ્ડિંગો બની રહી છે તેમાં કોઇ પણ બિલ્ડિંગમાં પાર્કિંગથી લઇ કોઇ સુવિધા નથી. હાલના નવા બનેલા પાલિકા પ્રમુખ ખોટું કરતા નથી કે કરવા દેતા નથી તેવી લોકચર્ચા થઇ રહી છે ત્યારે તેઓ ટુંક સમયમાં વિસ્તારમાં થતાં બાંધકામોની ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઊઠી રહી છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment