Share with:


આજે રેંટિયા બારસ છે.
ગાંધીજીનો જન્મદિવસ 2 ઓકટોબર આવે છે પરંતુ તિથી પ્રમાણે ભાદરવા સુદ બારસ તેમનો જન્મદિવસ છે, જે રેંટિયા બારસ તરીકે ઉજવવામાં આવે છે.
આઝાદી પછીના શરૂઆતના વર્ષો હતા, એટલે ગાંધીજીને લગતું ઘણું ભણવામાં આવતું.. એમણે એવું પણ કહ્યું કે આજે આટલા વર્ષો પછી નહેરૂજીની જન્મતિથી ‘બાળદિન’ તરીકે ઉજવાય છે, ડો. સર્વપલ્લી રાધાકૃષ્નનનો જન્મદિવસ ‘શિક્ષકદિન’ તરીકે ઉજવાય છે… પણ ગાંધીજીએ કહ્યું હતું કે ‘મારો નહીં પણ મારા રેંટિયાનો જન્મદિવસ ઉજવજો’ અને એટલે જ ભાદરવા વદ બારસ ‘રેંટિયા બારસ’ તરીકે ઓળખાય છે – એ કેટલાને ખબર હોય છે? એ જમાનામાં રેટિંયા બારસ ઉજવાતી, અને કાંતણયજ્ઞ ચાલતો.. ગુજરાત વિદ્યાપીઠથી બધા કોચરબ આશ્રમ જતા રેંટિયો કાંતવા. પ્રભાતફેરી પણ થતી, અને એમાં ગાંધીજીના, દેશભક્તિના ગીતો ગવાતા.
એમાંનું આ એક rare song તમારા બધા સાથે વહેંચવાની ઇચ્છા થઇ આવી! જે અહીં પ્રસ્તુત છે. 👇

બાપુજીના પાઠ તમે ભણી જુઓ, હિંદના હો માનવી
ભણી જુઓ ને ભણાવી જુઓ, હિંદના હો માનવી

મોટર ગાડીમાં સહુએ ફરે છે,
પગપાળા તમે ચાલી જુઓ, હિંદના હો માનવી

મિલના કપડા સહુએ પહેરે છે,
જાડી ખાદી તમે પહેરી જુઓ, હિંદના હો માનવી

ઉંચ અને નીચના ભેદો ભૂલીને,
હરિજનનો હાથ તમે ઝાલી જુઓ, હિંદના હો માનવી

મારૂ મારૂ તો સૌ એ કરે છે,
બીજાને માટે કંઇ કરી જુઓ, હિંદના હો માનવી

સત્ય અહિંસાનો લ્હાવો અનેરો,
એની રાહે તમે ચાલી જુઓ, હિંદના હો માનવી

બાપુજીના પાઠ તમે ભણી જુઓ, હિંદના હો માનવી
ભણી જુઓ ને ભણાવી જુઓ, હિંદના હો માનવી.

સંકલન : મનોજ આચાર્ય, રાજકોટ

 

Leave a Reply