Share with:


કંગના મામલે શિવસેનાએ સંવિધાન અને લોકશાહી વિરુદ્ધ કામ કર્યું: કેશવ બટાક
*દેશવાસીઓને બાલા સાહેબની શિવસેના પાસે આવી અપેક્ષાઓ ન હતી.

  • શિવસેનાની કાર્યવાહીનો જવાબ સોનિયા ગાંધી અને શરદ પવારે પણ આપવો પડશે

મહારાષ્ટ્રમાં વર્તમાન શિવસેના સરકાર દ્વારા કંગના રાણાવત મામલામાં સંવિધાન અને લોકશાહી વિરુદ્ધ કામ કરવામાં આવ્યું છે જેને એન.આર.આઈ.ગ્રુપ લંડન (યુ.કે.) ના કન્વિનર કેશવ બટાકે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ગઠબંધન સરકારના સુપ્રીમોની નિંદા કરી છે. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કંગના વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારનો મામલો ગરમાઇ રહ્યો છે તેવા સંજોગોમાં દેશવાસીઓની નજર લોકશાહી પર ટકેલી જોવા મળે છે.
કંગનાએ આપેલા નિવેદનમાં શિવસેનાએ તથ્ય અને તર્કને ધ્યાનમાં લેવાની જરૂર હતી. મહારાષ્ટ્ર સરકારે પોતાની માથે પાઘડી પહેરવાનું કામ કર્યું છે. તેવા સંજોગોમાં એક બાબત સ્પષ્ટ થાય છે કે શિવસેના સરકાર પાસે દૂરદર્શિતાનો પૂરેપૂરો અભાવ છે.
કોઈપણ પ્રમાણિક સરકાર ગેરકાયદેસર બાંધકામ તોડવા નોટિસ સાથે ચોક્કસ મુદત આપે છે. પરંતુ કંગના મામલે બદલાની ભાવના સિવાય બીજું કંઈ જ નથી. જે મકાન તોડી પાડવામાં આવ્યું તે સંપત્તિ તો કંગનાએ ખરીદી છે, પોતે બનાવી નથી. આ સંપત્તિ એનસીપી પ્રમુખ શરદ પાવર ના પાર્ટનર પાસે થી કંગના રાણાવતે ખરીદ્યું હતું, આટલા વર્ષો પછી આ સંપત્તિ એકાએક ગેરકાયદેસર થઈ ગઈ ? મુંબઈમાં તો હજ્જારોની સંખ્યામાં આવા ગેરકાયદેસર મકાનો છે. મારુ માનવું એવું છે કે ઉદ્ધવ સરકાર દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવામાં આવ્યું છે અને તે પણ એક મહિલા સાથે અત્યાચાર કરી. બાલા સાહેબની શિવસેના પાસે આવી અપેક્ષા દેશવાસી ઓએ રાખી ન હશે. આ ખૂબજ નિંદનીય પગલું હતું. એનો જવાબ શિવસેના સાથે ગઠબંધન કરનાર કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને એન.સી. પી.ના અધ્યક્ષ શરદ પવારે પણ દેશની 135 કરોડ જનતાને આપવો પડશે.

 

Leave a Reply