Wed. Sep 23rd, 2020

Share with:


જોરાવરનગર ખાતે શિવલાલ આણંદજીભાઈ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા ફ્રી માં આયુર્વેદિક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન તા. 13/9/2020, રવિવારે સવારે 9 થી 12.30 દરમિયાન કરવામાં આવ્યું, જેમાં અંદાજિત 150 થી વધુ વ્યક્તિઓએ આ સેવાનો લાભ લીધેલ હતો, જેના માટે આ ટ્રસ્ટનાં પ્રમુખશ્રી ચંદ્રેશભાઇ પટેલ તથા સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.
આ જ દિવસે બીજો Free આયુર્વેદિક કેમ્પ સુરેન્દ્રનગર ખાતે બાપા સીતારામની મઢૂલી ખાતે બપોરે 3 થી 5.30 દરમિયાન યોજવામાં આવ્યો હતો, જેમાં 45
વ્યકિતઓએ લાભ લીધો હતો. આ કેમ્પ માટે મઢૂલીનાં પ્રમુખશ્રી સતુભા પરમાર, શ્રી નિરૂભા પરમાર, પ્રવિણસિંહ ઝાલા તથા એડવોકેટશ્રી રાજભા ઝાલા (ઘણાદ) એ જહેમત ઉઠાવી હતી. બંન્ને કેમ્પમાં રાજકોટનાં વૈદરાજશ્રી જે. પી. દંગી સાહેબે પોતાની સેવાઓ આપી હતી. આ કેમ્પમાં મૂળ વઢવાણ નિવાસી અને હાલ રાજકોટ બિરાજતા ગાયત્રી ઉપાસક પૂજ્ય ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” એ વિશેષ હાજરી આપી હતી અને તેમની સંસ્થા શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ દ્વારા હેન્ડ સેનેટાઇઝરની વ્યવસ્થા, વિનામૂલ્યે ઉકાળા વિતરણ અને યોગ્ય પેશન્ટને માસ્ક આપવામાં આવ્યા હતા તથા સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવામાં આવ્યું હતું.

 

Leave a Reply