સૌરાષ્ટ્રના સાવજ તરીકે પ્રસિદ્ધ થયેલા છેલભાઈ દવે (૧૮૮૯-૧૯૫૬)નો આજે જન્મદિવસ : Manoj Aacharya

સૌરાષ્ટ્રના સાવજ તરીકે પ્રસિદ્ધ થયેલા છેલભાઈ દવે (૧૮૮૯-૧૯૫૬)નો આજે જન્મદિવસ છે. વઢવાણમાં જન્મેલા છેલભાઈના પિતાનું નાનપણમાં જ અવસાન થતા ઉછેર અને ઘડતરની જવાબદારી માતાએ નિભાવી હતી. કિશોરાવસ્થામાં ઘોડેશ્વરી, નિશાનબાજી અને કુસ્તીમાં પ્રવીણ થયા, અશ્વ વિદ્યામાં તો છેલભાઈની તોલે કોઈ આવી શકતું નહિ. 18 વર્ષની વયે ધ્રાંગધ્રા રાજ્યના સૈન્યમાં જોડાયા અને રાજ્યને બહારવટિયાના ત્રાસમાંથી મુક્તિ અપાવી અને તરફથી વીરનું બહુમાન પ્રાપ્ત થયું. છેલભાઈ દવેએ બહારવટિયાઓને બાહુબળથી નહિ પણ હૃદય પરિવર્તનના જોરે પલટાવ્યા હતા. પોલીસ અધિકારી તરીકે છેલભાઈએ અનેક ગુનાઓના ભેદ પણ ઉકેલ્યા હતા. પોતે દેશી રજવાડાના અધિકારી હોવા છતાં દેશની આઝાદીની લડતમાં કામ કરતા ક્રાંતિકારીઓને આશ્રય આપવાનું સ્તુત્ય કામ પણ કરતા હતા. 1938માં રાજકોટ સત્યાગ્રહ અને 1939માં ભાવનગરમાં સરદાર પટેલ પર થયેલા હુમલા વખતે છેલભાઈ દવેની પ્રવૃત્તિઓ પ્રશંસનીય રહી હતી. સરદાર પટેલે તેઓને “રાષ્ટ્રવીર” તરીકે નવજ્યા હતા. 1956માં તેમનું અવસાન થયું હતું. છેલભાઈ દવેના પર ગુજરાતી ફિલ્મ પણ બની છે. ભાવવંદન 👏💐

Share this:

 
Uncategorized