શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે પાંચમી નવરાત્રિ સાદાઈથી ઉજવાય : Manoj Acharya

શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે પાંચમી નવરાત્રિ સાદાઈથી ઉજવાય ગઈ અને માતાજીનાં ગરબા લેવામાં આવ્યા. આજનો માતાજીનો શણગાર, પુજા તથા સાંજની આરતીનો લાભ રીટાબેન દોશી, તેમનાં દિકરી વિરાલી અને રાજવી તથા જમાઇ નીતિશકુમારે લીધો હતો તેમજ આરતીમાં નિશાબેન ઋષભકુમાર વખારીયા તથા અમારા દિકરીબા દિવ્યા હાજર રહ્યા હતા. પ્રસાદ પુ. શ્રીનાં ઉપલેટા ખાતે રહેતા વિદ્યાર્થી અને શિષ્ય શ્રી ભીમભાઇ ડાંગરનાં સુપુત્ર પાર્થ તરફથી હતો.
પુ. ગુરુદેવ માટે ફ્રુટની સેવા અમદાવાદ ખાતે રહેતા શ્રી પરેશ પ્રજાપતિ (પ્રજાનંદ) તરફથી હતી જયારે સમગ્ર નવરાત્રિનાં નવ દિવસની પુજા માટે ફૂલની સેવા અમદાવાદ ખાતે રહેતા શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ (અરવિંદાનંદ) તરફથી છે.

Share this:

 
Uncategorized