બ્રહ્મકુમાર ભટ્ટ (1921-2009) ભારતીય સ્વતંત્રતા કાર્યકર, મહાગુજરાત આંદોલન કાર્યકર : Manoj Acharya

બ્રહ્મકુમાર ભટ્ટ (1921-2009) ભારતીય સ્વતંત્રતા કાર્યકર, મહાગુજરાત આંદોલન કાર્યકર અને ગુજરાત, ભારતના સમાજવાદી રાજકારણી હતા. તેઓ ખાડિયા મતદાર વિધાનસભામાંથી બોમ્બે રાજ્ય અને ગુજરાતના વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં તેમણે ૧૯૯૮-૨૦૦૪ દરમિયાન રાજ્ય સભામાં સંસદસભ્ય તરીકે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. આજે તેમનો જન્મદિવસ છે.
વિદ્યાર્થી અવસ્થાથી જ રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય રહેલા બ્રહ્મકુમાર ભટ્ટે ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો. તેઓનું વિશેષ સ્મરણ ૧૯૫૬ થી ૧૯૬૦ દરમિયાન ચાલેલા મહાગુજરાત આંદોલન માટે થાય છે. બ્રહ્મકુમાર ભટ્ટે મહાગુજરાત આંદોલનના ચાર વર્ષના ગાળામાં મશાલ સરઘસ, ખાંભી સત્યાગ્રહ વગેરે દ્રારા અમદાવાદ શહેર અને ગુજરાતને કુશળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું . બ્રહ્મકુમાર ભટ્ટે મહાગુજરાત આંદોલનને ભીતર-બહારથી પ્રકટાવતું “લે કે રહેંગે મહાગુજરાત”
નામનું દળદાર પુસ્તક પણ લખ્યું છે.
બ્રહ્મકુમાર ભટ્ટ મુંબઈ રાજ્યની વિધાનસભા અને રાજ્યસભાના સભ્ય અને ગુજરાત ઈલેક્ટ્રીસિટી બોર્ડના ચેરમેન પણ રહ્યા હતા. તેઓએ રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન સ્ત્રી શિક્ષણ, રોજગારી અને રોડ-રસ્તા જેવા અનેક પ્રશ્નો કુશળતાપૂર્વક ઉઠાવ્યા હતા . આઝાદી બાદના ગુજરાતના મહત્વના નેતાઓ પૈકીના એક બ્રહ્મકુમાર ભટ્ટનું ૬ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ અવસાન થયું હતું .
તેઓએ પોતાના યુવાન પુત્રના સ્મરણાર્થે વી.એસ .હોસ્પિટલને ૫૦ લાખ રૂપિયાનું દાન કર્યું હતું .આજની સુરેશ બ્રહ્મકુમાર ભટ્ટ (એસ.બી.એસ) કોલેજ ઓફ ફીઝીયોથેરાપી તેમની સખાવત પર ઉભી થઇ હતી. ભાવવંદન 👏💐

Share this:

 
Uncategorized