નવરાત્રિમાં માતા કાળરાત્રિની પૂજાનું વિશેષ મહત્વ : Manoj Acharya

નવરાત્રિમાં માતા કાળરાત્રિની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. સપ્તમીના દિવસે માતાના સાતમા સ્વરૂપની આરાધના કરાય છે. એવી માન્યતા છે કે માતા દુર્ગાએ અસુરોના વધ માટે દેવી કાળરાત્રિનું સ્વરૂપ લીધુ હતું. તેમનો રંગ કાળો હોવાના કારણે તેમને કાલરાત્રિ કહે છે. દેવી દુર્ગાએ અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે પોતાના તેજથી તેમને ઉત્પન્ન કર્યા હતાં. શાસ્ત્રોમાં માતા કાળરાત્રિની પૂજાને શુભ ફળદાયી ગણવામાં આવે છે. આ જ કારણે તેમને શુભંકારી પણ કહે છે. એવી માન્યતા છે કે માતા કાળરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહબાધા દૂર થાય છે.
દેવી કાળરાત્રિનું શરીર રાતના અંધકારની જેમ કાળુ હોય છે. તેમના વાળ વિખરાયેલા અને તેમના ગળામાં વિધુતની માળા છે. તેમના ચાર હાથ છે. જેમાં એક હાથમાં કટાર અને એક હાથમાં લોખંડનો કાંટો ધારણ કરેલો છે. આ ઉપરાંત તેમના બીજા બે હાથ વરમુદ્રા અને અભયમુદ્રામાં છે. તેમના ત્રણ નેત્ર છે તથા તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. કાળરાત્રિનું વાહન ગર્દભ (ગધેડો) છે.
નવરાત્રિનો સાતમો દિવસ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે ઉજવાઇ ગયો અને ગરબા પણ લેવામાં આવ્યા. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં જે પરિવારની આરતી હોય તેમને જ નિમંત્રીત કરવામાં આવે છે અને દર્શનાર્થીઓ આખા દિવસમાં તેમની અનુકૂળતા મુજબ ગમે ત્યારે આવી શકે છે.
આજની માતાજીની પૂજા તથા શણગાર વડોદરા ખાતે રહેતા શ્રી કિરણભાઇ રાવ તરફથી હતો અને સાંજની આરતીનો લાભ મોરબી પાસે આવેલા ગાળા ગામનાં રહીશ શ્રી હિતેષ કાચરોલા, તેમનાં ધર્મપત્ની શ્રીમતી આરતીબેન, ભાઇ હિરેન, માતુશ્રી મંજુલાબેને લીધો હતો. પ્રસાદની સેવા અમદાવાદ ખાતે રહેતા શ્રીમતી પારૂલબેન કિશોરભાઈ સોની તરફથી હતી તથા પુ. ગુરુદેવ માટે ફ્રુટની સેવા અનસુયાબેન સાપરીયા (રાજકોટ) ની હતી.

Ooò

Share this:

 
Uncategorized