નવરાત્રિનું અનુષ્ઠાન : Manoj Acharya

જેમણે નવરાત્રિનું અનુષ્ઠાન કરવાનું છે…
તેમણે આ આખો લેખ વાંચવા વિનંતી 🙏🏻
શારદીય નવરાત્રિ – વિધી વિધાન પૂજા પદ્ધતિ
ગરબો અથવા કૂંભ/ઘટ સ્થાપન મુહૂર્ત.
આસો સુદ એકમ ૧૭/૧૦/૨૦૨૦ શનિવાર,
સવારે ૭.૩૦ થી ૯.૦૦ , બપોરે ૧૨.૦૦ થી ૪.૩૦
સાંજે ૬.૦૦ થી ૭.૩૦.

 • ગરબો પધરાવવા નું મુહૂર્ત…
  રવિવારે ૨૫/૧૦/૨૦૨૦
  સાંજે ૬.૦૦ થી ૭.૩૦.
  રાત્રે ૭.૩૦ થી ૯.૦૦ ,
  રાત્રે ૯.૦૦ થી ૧૦.૩૦

નવરાત્રિ અનુષ્ઠાન માટે જોઈતી પૂજાપાની યાદી…

બાજોઠ ૧– લીલું વસ્ત્ર ૧ – મગ ૫૦૦ ગ્રામ – ત્રાંબા કળશ ૧ – આસોપાલવ અથવા આંબા પાન પાંચ – શ્રીફળ ૨ – કુળદેવી ફોટો અથવા મુર્તિ ૧ – અખંડ દીપ ૧ – ગણેશ મુર્તિ ૧ – ઘી – રૂ વાટ – બાકસ – અગરબત્તી – ફળ ૨ રોજના – અબીલ – ગુલાલ – કંકુ – ચંદન – નાડાછડી – અત્તર શીશી – ગંગાજળ – સોપારી ૫ – સવા રૂપિયો – છૂટા ફૂલ – ફૂલ હાર નાના દરરોજ ૨ – તુલસીપત્ર – આસન – માળા – નેપકિન – પંચામૃત – આરતીપાત્ર – ટંકોરી – થાળી – વાટકા – ચમચી – માતાજીની મુર્તિને કે ફોટાને થઈ શકે એ સાઈઝની નાની ચુંદડી – ગૂગલ ધૂપ

જેમને નવ દિવસ અનુષ્ઠાન કરવાનું છે…
એમના માટે પૂજા કરવાની પદ્ધતિ…

 • તમારું મુખ પૂર્વ દિશા તરફ રહે એમ સામે બાજોઠ મૂકો
 • બાજોઠ પર લીલું વસ્ત્ર પાથરો- વસ્ત્ર ઉપર મગ પાથરો…
 • દીપ પ્રગટાવો… અગરબત્તી કરો…

ત્યારબાદ..
બંને આંખે જળ સ્પર્શ કરો… જમણા હાથ હથેલીમાં
એક ચમચી જળ લઈ ને ત્રણ વખત પીવો…
ગણેશ મંત્ર બોલો… કુળદેવી મંત્ર બોલો…
અને નવ દિવસ જે કર્મ કરવાનું હોય એનો સંકલ્પ લ્યો…
સંકલ્પ…
જમણા હાથમાં જળ અને તુલસીપત્ર લઈને… આ બોલો…
ૐ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુઆજ્ઞા..
વિક્રમ સંવંત ૨૦૭૬, દેવીપ્રિય આશ્વિન માસ, શુકલ પક્ષ, પ્રતિપાધ્યા તીથી, શનિવાસરે, પ્રાતઃકાલે, મમ ગૃહે, મમ આત્મકલ્યાણ અર્થે, મમ કુળદેવી પ્રિત્યર્થે, અધય દીને, ગણેશપૂજન, કુળદેવી પૂજન, કૂંભ, ઘટ સ્થાપન અહં કરીષ્યે – હથેળી માં રહેલું જળ નીચે જમીન પર મૂકો
[ સહુ પ્રથમ ગણેશ પૂજન – એ વખતે મનમા ૐ ગણેશાય નમઃ એ મંત્ર બોલી પૂજા કરો ]

 • સહુ પ્રથમ ગણેશને શુદ્ધ જળ, પંચામૃત, ગંગાજળથી સ્નાન કરાવી
  બાજોઠના આગળના ખૂણા પર બેસારો…
 • ગણેશને ચંદન,ચોખા, અબીલ ગુલાલ કંકુ ફૂલ અર્પણ કરો
  ગણેશને ગોળ નૈવેધ અને ફળ અર્પણ કરો…
  [ ત્યારબાદ માતાજી પૂજન – એ વખતે મનમાં કુળદેવી મંત્ર
  બોલતા જાવ અને પૂજા કરતાં જાવ ]
  ત્યારબાદ બાજોઠ ઉપર
 • માતાજીનો ફોટો / મુર્તિ મૂકો
 • જો મુર્તિ હોય તો એને શુદ્ધ જળ, પંચામૃત , ગંગાજળથી સ્નાન કરાવો
 • ફોટા / મુર્તિને ચુંદડી ઓઢાડો
 • કંકુ તિલક કરો – ચોખા લગાવો – ફૂલમાળા અર્પણ કરો
 • અત્તર લગાવો, અબીલ ગુલાલ લગાવો, ફળ સૂકો મેવો પ્રસાદ ધરો…

ત્યારબાદ… કુંભ/ઘટ સ્થાપન વિધી…

 • જમીન ઉપર ત્રાંબા કળશ મૂકો…
 • એમાં પોણા ભાગનું જળ ભરો
 • એમાં એક સોપારી અને સવા રૂપિયો પધરાવો…
 • કળશમાં ચંદન,કંકુ,અબીલ,ગુલાલ,ચોખા,પુષ્પ પધરાવો
 • કળશમાં આસોપાલવ અથવા આંબાના પાંચ પાન મૂકો
 • કળશને કંઠે નાડાછડી બાંધો..
 • કળશને ચાર દિશામાં કંકુ ચોખા લગાવો…
 • નાડાછડી વિટાળીને છાલા સહિતનું
  એક શ્રીફળ કળશ પર પધરાવો…
 • શ્રીફળને કંકુ,ચોખા,ચંદન,અબીલ,ગુલાલ,
  પુષ્પહાર,અત્તર અર્પણ કરો…
 • પછી એ કળશ માતાજીની મુર્તિ દેખાય
  એમ બાજોઠ ઉપર પધરાવો..
  ત્યારબાદ…
  કુળદેવી મંત્ર માળા યથાશક્તિ અનુસાર કરવી
  અથવા… દુર્ગા સપ્તશતી [ચંડીપાઠ] વાંચવો
  માતાજી સમક્ષ શ્રીફળ વધેરો
  છેલ્લે આરતી કરવી…
  અને જે ગણેશ કે માતાજીને પ્રસાદ ધરાવ્યો હોય
  એ ઘરના સભ્યોએ લેવો…
 • આ થઈ પ્રથમ દિવસની પૂજા

હવે બાકીના આઠ દિવસઓમા આ પ્રમાણે પૂજા કરો.
-જૂના ફૂલ હાર ફૂલ ઉતારી
-ગણેશ અને માતાજી મુર્તિને શુદ્ધ જળથી સ્નાન કરાવી
-બાજોઠ પર બેસારી દયો – કંકુ ચંદન ચોખા અબીલ
ગુલાલ પુષ્પ હાર ફળ નૈવેધ ધૂપ આરતી એ બધુ કરો –
અને કુળદેવી મંત્ર માળા યથા શક્તિ કરો

 • નવમી અથવા દશેરા દિવસે ઉથાપન કરો
  ગણેશ / માતાજી મુર્તિ / ફોટો જ્યથી લીધો હોય ત્યાં
  એના જૂના સ્થળે મૂકી દ્યો
  કુંભ – ઘટ પરનું શ્રીફળ લીલું વસ્ત્ર મગ સોપારી સવા રૂપિયો
  એ બધુ શિવ મંદિરે મૂકી આવો
  અને કુંભ ઘટ અંદરનું જળ ઘરમાં છંટકાવ કરી દ્યો
 • સાત દિવસ ના પુષ્પ – હાર – આસોપાલવ આંબા પાન
  એ બધુ વહેતા જળમાં પધરાવી દયો.
 • 🌹💐🙏🌹
  નવરાત્રીની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે અેજ માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના
  🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Share this:

 
Uncategorized