દાનહ દમણ દીવ માં ભાજપ અને કોંગ્રેસ પાર્ટી પર લોકો ને વિશ્વાસ રહ્યો નથી હવે લોકો જેડીયુ તરફ વળશે : Umesh Babubhai Patel

દાનહ દમણ દીવ માં ભાજપ અને કોંગ્રેસ પાર્ટી પર લોકો ને વિશ્વાસ રહ્યો નથી હવે લોકો જેડીયુ તરફ વળશે : Umesh Babubhai Patel

દાનહ દમણ દીવ માં ભાજપ અને કોંગ્રેસ પાર્ટી પર લોકો ને વિશ્વાસ રહ્યો નથી હવે લોકો જેડીયુ તરફ વળશે : Umesh Babubhai Patel

દાનહ દમણ દીવ માં ભાજપ અને કોંગ્રેસ પાર્ટી પર લોકો ને વિશ્વાસ રહ્યો નથી હવે લોકો જેડીયુ તરફ વળશે : Umesh Babubhai Patel
દમણ
દમણ-દીવમાં જ્યારે જ્યારે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગે છે ત્યારે સરપંચ કે જિલ્લા પંચાયતના સભ્ય બનવા ઇચ્છુક દરેક ઉમેદવાર સત્તા પક્ષ તરફ ખેંચાય છે, અને સત્તા પક્ષનો ખેસ પહેરીને ચૂંટણીમાં જંપલાવે છે,
2019 ની લોકસભા ચૂંટણીમાં એક ચહેરો સામે આવ્યો ઉમેશ પટેલ
ઉમેશ પટેલ દમણ-દીવ માટે નવો ચહેરો નથી તેણે 2019 ની લોકસભા ચૂંટણી પહેલા ઘણા કામો કર્યા છે, ઘણા આંદોલનો પણ કર્યા છે, જેમાં એક આંદોલનની યાદ અપાવું જે 2011-12 માં વિદ્યુત વિભાગના વિરોધમાં “જન જાગરણ” નામનું આંદોલન કરેલ જેમાં દરેક પક્ષના નેતાઓ પણ જોડાયા હતા, એ પછી કોંગ્રેસ હોય કે ભાજપ કે કોઈ અન્ય પક્ષ હોય સાંસદ, પૂર્વ સાંસદ થી લઈને રાજકીય પક્ષના અધ્યક્ષ જિલ્લા પંચાયત અધ્યક્ષ, સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, સભ્યો મ્યુનિસિપલ કાઉન્સિલરો, દરેક સમાજના હોદ્દેદારો, પૂર્વ સરપંચ કે સભ્યો કોઈ એક નેતા આ આંદોલનમાં બાકાત નથી રહ્યા મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્ડમાં જનમેદની સમાતી ના હતી, તે સમયે બધાજ નેતાઓ એ ઉમેશ પટેલને તેના આંદોલનમાં જોડાઈને સહકાર આપ્યો હતો તો તેનું કારણ શું હતું ?
ત્યારે બધા સત્તા પર બિરાજમાન નેતાઓ એ ઉમેશ પટેલને વિશ્વાસ આપવા પોતાના રાજીનામા પણ લખી આપ્યા હતા, શુ કામ ?
ઉમેશ પટેલની માંગ વ્યાજબી હતી એટલે કે પછી આટલી વિશાળ જનમેદની નું સમર્થન ઉમેશ પટેલને મળી રહ્યું હતું એટલે ?
દમણ-દિવની પ્રજા અને પ્રદેશ માટે ઉમેશ પટેલે સમયે સમયે અવાજ ઉઠાવ્યો છે અને ત્યારે બધા તેને સમર્થન આપતા હતા તો હવે ખાસ 2019 ની લોકસભા ચૂંટણી પછી બધાનો નજરીયો ઉમેશ પટેલ માટે બદલાઈ ગયો છે, શા માટે ?
ઉમેશ પટેલે સ્થાનિકોને રોજગાર અપાવવા માટે હોય કે 2003 ના પૂલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારોને ન્યાય અપાવવા માટે હોય કે શિક્ષણ વ્યવસ્થા માટે કે પછી વીજળીના ભાવ વધારા માટે એમ દરેક બાબતે પ્રશાસન સામે બાંયો ચઢાવીને ઉગ્ર આંદોલન કર્યા છે, જ્યારે 2019 મા તેને લાગ્યુ કે ફક્ત આંદોલનથી આ જાડી ચામડીના પ્રશાસનિક અધિકારીઓ નહીં માને પ્રદેશ અને પ્રદેશની પ્રજા માટે તેમને તેમના અધિકારો અપાવવા સત્તામાં આવવું જરૂરી છે, ત્યારે તેણે 2019 ની લોકસભા ચૂંટણીમાં જંપલાવ્યું અને દમણ-દિવના ઇતિહાસમા અપક્ષ ઉમેદવારને ક્યારેય ન મળી હોય તેવી અભૂતપૂર્વ સફળતા મેળવી,
પણ અફસોસ કે 2019 ની લોકસભા ચૂંટણીમાં પ્રજાનો સંપૂર્ણ સહકાર ના મળ્યો ઉમેશ પટેલને અને દમણ-દીવમાં ફરીથી એ સિદ્ધ થયુ કે તમારી ભાવના ભલે ખરી હોય પણ તમારા ખિસ્સામાં રૂપિયા નથી મતદારોને લૂભાવવા તો તમે ગમે તેટલું પ્રજાનું ભલું ઈચ્છો ગમે તેટલી લડાઈ પ્રશાસન વિરુદ્ધ લડો પણ દમણ-દીવમાં લોકોના મત તમે પૈસાના જોરેજ મેળવશો,
હવે જોવાનું એ રહેશે કે દમણ-દિવની આ ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેશ પટેલ જંપલાવે છે કે નહીં, અને જો જંપલાવે તો દમણ-દિવની પ્રજા ઉમેશ પટેલને કેટલો પ્રતિસાદ આપે છે.

Share this:

 
News