દમણ પોલીસે સુરતના સચિન વિસ્તારમાંથી આ ચારેય ATM આરોપીઓને ઝડપી પાડયા હતા.

દમણ : ઠગ ગેંગે 50 હજાર રૂપિયાની ફી ભરીને ચોરીની ટ્રેનિંગ લીધી, વિમાનમાં બેસી ચોરી કરવા જતા
જુદી જુદી બેંકનાં 39 જેટલા બ્લેન્ક એટીએમ કાર્ડ , 12 મોબાઈલ , 1 મોટરસાયકલ , 1 લાખ 44 હજાર 900 રૂપિયા રોકડા અને 50 હજાર રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના આરોપીઓ પાસેથી મળી આવ્યા
4/5
ભરતસિંહ વાઢેર, દમણ : દમણની પોલીસના હાથે એક એવી મહાઠગ ગેંગ હાથમાં લાગી છે જેના કારનામા સાંભળી તમે ચોંકી જશો. આ ઠગ ગેંગના તમામ સાગરીતોએ 50 હજાર રૂપિયાની ફી ભરી ઠગાઈની ટ્રેનિંગ લીધી છે. ટ્રેનિંગ બાદ વિમાનમાં ઠગાઈ કરવા અન્ય રાજ્યોમાં જતા અને ગણતરીની મિનિટોમાં જ લાખો રૂપિયા ચાઉં કરી જતા હતા.

આ આરોપીઓ મૂળ બિહારના ગયા જિલ્લાના છે. જેઓ દમણના અનેક લોકોના જાણ બહાર જ તેમના એટીએમ કાર્ડના ઉપયોગ વિના જ તેમના ખાતામાંથી ગણતરીની મિનિટોમાં જ લાખો રૂપિયા સફાચટ કરી જતા હતા. દમણ પોલીસને છેલ્લા કેટલાક દિવસોથી દમણના કેટલાક લોકોના એટીએમ કાર્ડના ઉપયોગ વિના જ સુરત અને આસપાસના વિસ્તારના atm મશીનોમાંથી બારોબાર રૂપિયા ઉપડી જતા હોવાની ફરિયાદો મળી રહી હતી. દમણ પોલીસને છેલ્લા એક જ મહિનામાં આવી 4 ફરિયાદો મળતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી અને થોડા જ સમયમાં દમણ પોલીસની મહેનત રંગ લાવી. હતી. દમણ પોલીસે સુરતના સચિન વિસ્તારમાંથી આ ચારેય આરોપીઓને ઝડપી પાડયા હતા.

દમણ પોલીસે અત્યાર સુધી આ ગેંગ પાસેથી એટીએમ મશીનમાં ફીટ કરી એટીએમ કાર્ડનો ડેટા કોપી કરવાનું વિશેષ સ્કિમર મશીન, મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડ રિડર અને રાઇટર, જુદી જુદી બેંકનાં 39 જેટલા બ્લેન્ક એટીએમ કાર્ડ , 12 મોબાઈલ , 1 મોટરસાયકલ , 1 લાખ 44 હજાર 900 રૂપિયા રોકડા અને 50 હજાર રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના પણ મળી આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓ હાલ સુરત રહે છે તે મૂળ બિહારના ગયા જિલ્લાના રહેવાસી છે. પ્લેન પકડી સુરત અને ત્યાર બાદ દમણમાં ઠગાઈ કરવા આવ્યા હતા. આરોપીઓમાં સુભાષ કુમાર શર્મા (ઉંમર વર્ષ 29), સુરજ કુમાર સિંહ (ઉંમર વર્ષ 21) , પ્રેમશંકર કુમાર સિંહ (ઉંમર 25 વર્ષ), શિવપૂજન રમેશસિંહ શર્મા (ઉંમર 45 વર્ષ)નો સમાવેશ થાય છે.

આ ગેંગ મોટેભાગે એકાંત વિસ્તારમાં હોય અને સિક્યુરિટી ગાર્ડના હોય એવા એટીએમ મશીનોને ટાર્ગેટ બનાવતા હતા. ગેંગના સાગરિતો મોકો મળતાં આવા એકાંત વિસ્તારમાં આવેલા એટીએમ મશીનમાં ઘુસી અને માત્ર બેથી ત્રણ મિનિટમાં જ એટીએમ મશીનના સ્ક્રીનના કાચ ખોલી અને તેમાં પોતાની સાથે રાખેલું એક વિશેષ સ્ક્રીમર મશીનને એટીએમ મશીનમાં ફીટ કરી દેતા હતા. આ પછી જે કોઈ ગ્રાહક એટીએમ મશીન માંથી પૈસા ઉપાડવા આવે અને તે એટીએમ કાર્ડ મશીનમાં નાખે એ વખતે આ ગેંગે પહેલાથી મશીનમાં ફીટ કરેલા સ્કિમર મશીનમાં ગ્રાહકના એટીએમ કાર્ડ ની તમામ વિગતો કોપી થઇ જતી હતી. ત્યારબાદ મોકો મળતાં આ ગેંગ ફરી પાછા એટીએમ મશીન ખોલી અને તેઓએ ફીટ કરેલા સ્કીમર મશીનને બહાર કાઢી લેતા હતા. આ પછી ઘરે જઈને મશીનને લેપટોપ સાથે જોડી અને કેટલાક વિશેષ સોફ્ટવેરની મદદથી તે ગ્રાહકોના એટીએમ કાર્ડની વિગતોને બીજા એટીએમ કાર્ડ માં કોપી કરી લેતા હતા. આ પછી ગ્રાહકના ખાતામાંથી તેની જાણ બહાર અને તેના એટીએમ કાર્ડના ઉપયોગ વિના જ ગણતરીની મિનિટોમાં જ લાખો રૂપિયા સફાચટ કરી જતા હતા.

દમણ પોલીસે આ ચારેય મહાઠગ આરોપીઓની ધરપકડ કરી છે. દમણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આવી જુદી જુદી ચાર ઠગાઈની ફરિયાદના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આ મહાઠગ ગેંગમાં કોઈ વિશેષ અભ્યાસ કરેલ નથી પરંતુ શોર્ટકટમાં લાખો રૂપિયા કમાવા માટે આ આરોપીઓએ બિહારમાં કોઈ જગ્યાએથી એટીએમ મશીનોમાંથી આવી રીતે ઠગાઇ કરવા માટે વિશેષ ટ્રેનિંગ પણ લીધી હતી. આવી ટ્રેનિંગ લેવા આ ગેંગના તમામ સાગરીતોએ 50,000 રૂપિયા ફી પણ ભરી ઠગાઇ કરવાના પાઠ શીખ્યા હતા. જાણીને ચોંકી જશો કે આ ઠગો બિહારથી વિમાનમાં મુસાફરી કરી ઠગાઈ કરવા જ અન્ય રાજ્યોમાં નીકળી પડતાં હતાં.

Share this:

Uncategorized