દમણમાં જેડીયું એ અપક્શ નાં રુપમાં 2/14 સરપંચ તથા 3/16 જીલ્લા પંચાયત માં વિજયી BJP 11/14 વિજયી,Congress બહાર!

દમણમાં જેડીયું એ અપક્શ નાં રુપમાં 2/14 સરપંચ તથા 3/16 જીલ્લા પંચાયત માં વિજયી BJP 11/14 વિજયી,Congress બહાર!
સંઘ પ્રદેશ દમણ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગર પાલિકાની થયેલી ચૂંટણીના બુધવારે મોટી દમણ સ્થિત ટી.ટી.આઈ. સેન્ટર ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં ગ્રામ, જિલ્લા પંચાયત અને પાલિકા ઉપર ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે. નગર પાલિકાની 4 બેઠકો ઉપર અગાઉથી જ ભાજપે બિનહરીફ કબ્જો જમાવ્યા બાદ આજે મતગણતરીમાં કુલ 10 બેઠકો પાલિકાની કબ્જે લીધી છે. જેમાં જૂના જોગીઓ ફરી વિજેતા બન્યા છે. જોકે, વોર્ડ નંબર-2 માટે ભાજપને મોટું અપસેટ જોવા મળ્યું હતું. ગત ટર્મમાં પાલિકા સભ્ય રહી ચૂકેલા ભાજપનાં મારીયો લોપેઝ અપક્ષના ઉમેદવાર પ્રમોદ રાણા સામે હારી ગયા હતા. જ્યારે વોર્ડ નંબર 3 માંથી કોંગ્રેસનાં એક માત્ર મહિલા ઉમેદવાર ફિરદોશ બાનુએ જીત હાંસલ કરી છે. આ ઉપરાંત વોર્ડ નં – 4 માંથી અશરાર હુસૈન અલીરાજા અને વોર્ડ નં-11 માંથી અપક્ષ મહિલા ઉમેદવાર નૈના બેન વલ્લભો એ ભાજપાનાં ઉમેદવારને માત આપી છે. આમ, ભાજપે પાલિકામાં 15 બેઠકો પૈકી 10 બેઠક ઉપર વિજય મેળવી બહુમતી હાંસલ કરી છે. આવનારા દિવસોમાં દમણ પાલિકા પ્રમુખનો તાજ કોના શીરે આવશે તે અંગે હવે અટકળો અને ચર્ચા પ્રદેશમાં શરૂ થઈ ગઈ છે. દમણ જિલ્લા પંચાયતની વાત કરીએ તો, દમણ જિલ્લા પંચાયતની 16 બેઠકો પૈકી 11 બેઠકો ઉપર ભાજપે કબ્જો જમાવી સ્પષ્ટ બહુમતી મેળવી જિલ્લા પંચાયતની સત્તા હાંસલ કરી છે. જો કે, જિલ્લા પંચાયતમાં ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો હતો. અપક્ષે પણ બાજી મારીને 5 બેઠકો મેળવવામાં સફળતા મેળવી છે. ભાજપનાં જે એક સમયનાં રાજનિતિનાં હુકમનાં એક્કા જેવા સાબિત થતા હતા તેઓ જિલ્લા પંચાયતનું આગામી દિવસોમાં પ્રમુખ પદ સંભાળશે તેવા અણસારો વર્તાય રહ્યા છે.+Daman Sarpanch : મરવડ – પ્રિતિબેન હળપતિ – ભાજપા
કડૈયા – શંકરભાઈ પટેલ – ભાજપા
ભીમપોર – શાંતુભાઈ પટેલ – ભાજપા
દુનેઠા – સવિતાબેન પટેલ – ભાજપા
વરકુંડ – કિરિટ મીટના – અપક્ષ
ડાભેલ – હેમાક્ષી કનુભાઈ પટેલ – ભાજપા
ઘેલવાડ – હેમાક્ષી જીગ્નેશ પટેલ – ભાજપા
આંટીયાવાડ – ધર્મેશ પટેલ – અપક્ષ
સોમનાથ – ચૈતાલી કામળી – અપક્ષ
કચીગામ – ભરત પટેલ – અપક્ષ
પટલારા – હંસાબેન ધોડી – અપક્ષ
દમણવાડા – મુકેશ ગોસાવી – ભાજપા
પરીયારી – પંક્તિ પટેલ – ભાજપા
મગરવાડા – લખીબેન પ્રેમા – ભાજપા
Dist.Panchayat: (1) મરવડ – નવીન રમણલાલ પટેલ ( ભાજપા ) મત – 1658
(2) દૂનેઠા – એ – વિકાસ ઉર્ફે બાબુ પટેલ ( ભાજપા ) મત – 1799
(3) દુનેઠા બી – જાગૃતિ કલ્પેશ પટેલ ( ભાજપા ) મત – 1903
(4) ડાભેલ – ડૉ. ભુપેન્દ્ર પટેલ ( ભાજપા ) મત – 710
(5) સોમનાથ (એ) – રીનાબેન હીરશભાઈ ( ભાજપા ) મત – 702
(6) સોમનાથ (બી) – વર્ષિકાબેન પટેલ ( ભાજપા ) મત – 833
(7) કડૈયા – મૈત્રી પટેલ ( ભાજપ ) બિનહરીફ
(8) દમણવાડા – કલાવતી મહેશ પટેલ ( ભાજપા) બિનહરીફ
(9) મગરવાડા – ગોવરી શીતર ( ભાજપા) બિનહરીફ
(10) આંટીયાવાડ – સુનિતા મોહન હળપતિ ( ભાજપા ) બિનહરીફ
(11) ઘેલવાડ – સીમ્પલબેન અમ્રતભાઈ પટેલ ( ભાજપા ) બિનહરીફ
(12) ભીમપોર – યોગેશ પટેલ (અપક્ષ ) મત – 1527
(13) વરકુંડ – સદાનંદ મીટના ( અપક્ષ ) મત – 1176
(14) કચીગામ – દિનેશ ધોડી ( અપક્ષ ) મત – 1339
(15) પટલારા – મેહુલ કેશવ ( અપક્ષ ) મત – 2102
(16) પરીયારી – ઈશુબેન રાજેશ પટેલ ( અપક્ષ ) મત – 1488
Daman Municipal:સોનલબેન પટેલ ભાજપ

 1. પ્રમોદ રાણા અપક્ષ
 2. ફિરદોશ બાનુ કોંગ્રેસ
 3. અશરાર હુસૈન અલીરાજા અપક્ષ
 4. રશ્મીબેન વિજય હળપતી ભાજપા
 5. ચાંદોક જશ્વિન્દર રણજીતસિંહ ભાજપા
 6. અસ્પી દમણીયા ભાજપા
 7. ચંદ્રગિરિ ઈશ્વર ટંડેલ ભાજપા
 8. આશિષ ટંડેલ ભાજપા
 9. મુકેશ કાંતિ પટેલ ભાજપા
 10. નૈનાબેન વલ્લભો અપક્ષ
 11. અનિતાબેન જ્યંતિલાલ ભાજપા
 12. વિનય ઉર્ફે પપ્પુ પટેલ ભાજપા
 13. સોહાનીબેન રજનિકાંત પટેલ ભાજપા
 14. તમન્ના શૌકત મિઠાની ભાજપા

Share this:

 
Uncategorized